ન્યુઝીલેન્ડ માટે જીત મુશ્કેલ,40 વર્ષથી માન્ચેસ્ટરમાં અજેય છે ભારતીય ટીમ

Published: Jul 09, 2019, 13:13 IST

ઈતિહાસના પન્ના ફેરવીએ તો જોઈ શકાય છે કે, ભારત ન્યુ ઝીલેન્ડ કરતા ઘણું આગળ છે. ન્યુ ઝીલેન્ડ અત્યાર સુધી એકપણ વર્લ્ડ કપ જીતી નથી જ્યારે ભારતે આ કારનામું 2 વાર કરી બતાવ્યું છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

આજથી વર્લ્ડ કપ 2019 માં સેમી ફાઇનલ મેચ શરૂ થઇ રહી છે. વર્લ્ડ કપનો રોમાંચ ચરમસીમાએ છે. સેમી ફાઈનલિસ્ટ ટીમો તૈયાર છે. ત્યારે ક્રિકેટ પ્રેમીઓએ પણ વર્લ્ડ કપની સેમી ફાઈનલ માટે તૈયારીઓ કરી લીધી છે. આજે ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટેફોર્ડ મેદાન પર પહેલી સેમી ફાઈનલ રમાશે. એક તરફ ભારતીય ટીમ ચોથી વાર વર્લ્ડ કપ ફાઈનલમાં એન્ટ્રી મેળવવા મેદાન પર ઉતરશે જ્યારે ન્યુ ઝીલેન્ડની ટીમ પણ 2015નો ઈતિહાસનું પુનરાવર્તન કરવા ઈચ્છશે. જો કે માન્ચેસ્ટરના ઓલ્ડ ટેફોર્ડ મેદાન પર ન્યુ ઝીલેન્ડ માટે જીત એટલી સરળ રહેશે નહી.

ઈતિહાસના પન્ના ફેરવીએ તો જોઈ શકાય છે કે, ભારત ન્યુ ઝીલેન્ડ કરતા ઘણું આગળ છે. ન્યુ ઝીલેન્ડ અત્યાર સુધી એકપણ વર્લ્ડ કપ જીતી નથી જ્યારે ભારતે આ કારનામું 2 વાર કરી બતાવ્યું છે. એટલુ જ નહી જે મેદાન પર ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે પહેલી સેમી ફાઈનલ રમાવાની છે એ મેદાન પર ભારતીય ટીમ છેલ્લા 40 વર્ષથી એક પણ મેચ હારી નથી. આ વર્લ્ડ કપમાં પણ આ મેદાન પર ભારતીય ટીમ 2 મેચ રમી છે અને બન્નેમાં વિજય મેળવ્યો છે.

ટોસનું રહેશે મહત્વ
વર્લ્ડ કપની પહેલી સેમી ફાઈનલમાં ટોસ મહત્વનો રહેશે. અત્યારના રેકોર્ડ સાબિત કરે છે કે, અત્યાર સુધી ટીમો એક્સપેક્ટેડ સ્કોર બનાવવામાં સફળ રહી નથી વર્લ્ડમાં છેલ્લી 20 મેચોમાં 16 મેચોમાં પહેલા બેટિંગ કરનારી ટીમો જીતી છે જ્યારે 4 વાર બીજી બેટિંગ કરનારી ટીમે જીત મેળવી છે. માન્ચેસ્ટરમાં સેમી ફાઈનલને ધ્યાનમાં રાખીને ખાસ પીચ તૈયાર કરવામાં આવી છે જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે પિચની મદદ બન્ને ટીમોને મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK