મેચમાં વરસાદનું વિઘ્ન, હવે શું હોઈ શકે છે સમીકરણ ?

Updated: Jul 09, 2019, 20:30 IST

જો વરસાદ સતત વરસતો રહેશે તો મેચ કાલે એટલે કે રિઝર્વ ડેના દિવસે રમાશે. હાલ વરસાદ રોકાય છે તો ડક વર્થ લુઈસના નિયમ અનુસાર ટીમ ઈન્ડિયા માટે ટાર્ગેટ નક્કી કરી શકાય છે.

મેચમાં વરસાદનું વિઘ્ન
મેચમાં વરસાદનું વિઘ્ન

ભારત-ન્યુ ઝીલેન્ડ વચ્ચેની સેમી ફાઈનલમાં વરસાદ વિઘ્ન બન્યો છે. વરસાદના કારણે મેચને રોકવામાં આવી છે. ન્યુ ઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 46.1 ઓવરમાં 5 વિકેટના નુકસાને 211 રન બનાવ્યા છે. ભારતીય ટીમ ન્યુ ઝીલેન્ડ પર પ્રેશર બનાવી રાખવામાં સફળ રહી છે. જો કે વરસાદના કારણે મેચના રોમાંચમાં ખલેલ પહોચી છે. આ લખાય છે ત્યારે માન્ચેસ્ટરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જે રોકાવાનું નામ લઈ રહ્યો છે જેના કારણે ઘણી બધી સંભાવનો સેવાઈ રહી છે.

જો વરસાદ સતત વરસતો રહેશે તો મેચ કાલે એટલે કે રિઝર્વ ડેના દિવસે રમાશે. હાલ વરસાદ રોકાય છે તો ડક વર્થ લુઈસના નિયમ અનુસાર ટીમ ઈન્ડિયા માટે ટાર્ગેટ નક્કી કરી શકાય છે. વરસાદ વચ્ચે હવે કઈક રીતે હોઈ શકે છે ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચેની સેમી ફાઈનલ

ડક વર્થ લુઈસના નિયમ અનુસાર જો મેચ રાત્રે 12 વાગ્યા સુધી નહી રમાય તો રિઝર્વ ડેના દિવસે રમાશે અને ભારતને પણ 50 ઓવર રમવા મળશે. જો વરસાદના લીધે આજે મેચ શરૂ ન થાય તો આવતીકાલે ન્યૂઝીલેન્ડની બાકીની ચાર ઓવર રમશે અને ત્યારબાદ ટીમ ઈન્ડિયા બેટિંગ કરશે.

શું કહે છે વર્લ્ડ કપના નિયમ

જો રિઝર્વ દિવસનો ઉપયોગ કરવામાં આવે તો સેમી ફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ દિવસે મેચ નવેસરથી નહીં રમાય, અધૂરી મૅચ ત્યાંથી જ રમાશે

બન્ને દિવસે મેચ રમાય નહી તો સુપર ઓવર દ્વારા સેમીફાઈનલ કે ફાઈનલમાં ટાઈની સ્થિતિમાં રમાશે

આ પણ વાંચો: ધોની ન્યુઝીલેન્ડ સામે મેદાન પર ઉતરતાની સાથે જ સચિનનો આ રેકોર્ડ તોડી દીધો

જો સેમિફાઈનલ વરસાદને લીધે ધોવાઈ જાય તો લીગ સ્ટેજમાં આગળના ક્રમાંકે એટલે કે વધારે પોઈન્ટ વાળી ટીમ ફાઈનલમાં જશે

આ પહેલા રિઝર્વ ડે દરમિયાન મેચ નવેસરથી શરૂ થતી હતી 2002ની ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન બીજા દિવસે મેચ ફરીથી શરૂ થાય તે જોયું હતું. જો કે આઈસીસીએ આ નિયમમાં ફેરફાર કર્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK