World Cup 2019:ભારત- ન્યૂઝીલેન્ડ મેચમાં વરસાદનું વિઘ્ન

Jun 13, 2019, 16:28 IST

વર્લ્ડ કપમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ મેચને વરસાદ નડી રહ્યો છે. નૉટિગહામમાં રોકાઈ રોકાઈને વરસાદ પડી રહ્યો છે. વરસાદ બંધ થતા મેચ શરુ થવાની સંભાવના હતી જો કે ફરી એકવાર વરસાદ ચાલુ થયો છે અને મેદાનને કવર્સથી ઢાંકી દેવામાં આવ્યું હતું.

World Cup 2019:ભારત- ન્યૂઝીલેન્ડ મેચમાં વરસાદનું વિઘ્ન
ભારત-ન્યૂૂઝીલેન્ડ મેચમાં વરસાદનું વિઘ્ન

વર્લ્ડ કપમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ મેચને વરસાદ નડી રહ્યો છે. નૉટિગહામમાં રોકાઈ રોકાઈને વરસાદ પડી રહ્યો છે. વરસાદ બંધ થતા મેચ શરુ થવાની સંભાવના હતી જો કે ફરી એકવાર વરસાદ ચાલુ થયો છે અને મેદાનને કવર્સથી ઢાંકી દેવામાં આવ્યું છે. થોડા સમય પહેલા વરસાદ રોકાવાના કારણે કવર્સ ખસેડવામાં આવ્યા હતા અને મેદાનને સુકવવાનું કામ હાથ ધરાયું હતું જો કે, ફરી એકવાર વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. જો વરસાદના કારણે મેચ રદ કરવામાં આવશે તો બન્ને ટીમોને 1-1 પોઈન્ટ મળશે.જો મેચ રદ થશે તો આ ચોથી વાર હશે જ્યારે વર્લ્ડ કપમાં મેચ રદ થશે.

ફોર્મમાં છે ટીમ ઈન્ડિયા

વર્લ્ડ કપમાં ભારતીય ટીમ અત્યાર સુધી 2 મેચ રમ્યું છે અને બન્ને મેચ પોતાના નામે કરી હતી. વિરાટની આગેવાનીમાં ભારતીય ટીમની ટીમ નૉટિંઘમમાં ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે. બન્ને ટીમો વર્લ્ડ કપમાં એકપણ મેચ હારી નથી. ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારત ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવી ટીમોને હરાવી ચૂકી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચમાં કાંટાની ટક્કર જોવા મળશે.

હજી નથી થયો ટોસ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચમાં હજુ સુધી ટોસ પણ થયો નથી. ટોસની સાથે જ મેચમાં કોણ રમશે તે સ્પષ્ટ થશે. ટીમમાં હાલ કુલદીપ યાદવનું ફોર્મ ચિંતાનો વિષય છે. છેલ્લી 2 મેચોમાં કુલદિપ ખાસ કરી શક્યા નથી. જેના કારણે ટીમમાં કુલદિપ યાદવની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને સ્થાન મળી શકે છે. જાડેજાએ વૉર્મઅપ મેચમાં પણ સારુ પ્રદર્શન કર્યું હતું. શિખર ધવનના ઈજાગ્રસ્ત થવાના કારણે તે આ મેચમાં નહી રમે. તેના સ્થાને દિનેશ કાર્તિક અથવા વિજય શંકરને ટીમમાં સ્થાન મળી શકે છે. તો બેકઅપ પ્લાન તરીકે રિષભ પંતને ઈંગ્લેન્ડ બોલાવી લેવામાં આવ્યો છે.

સંભવિત ભારતીય ટીમ

વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, લોકેશ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની, વિજય શંકર, હાર્દિક પંડ્યા, કેદાર જાદવ, રવિન્દ્ર જાડેજા, યજુવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK