World Cup 2019: આજે ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે જામશે રંગ

નોટિંગહૅમ | Jun 13, 2019, 11:01 IST

લોકેશ રાહુલના ઓપનિંગમાં પ્રમોશનને કારણે દિનેશ કાર્તિક અથવા વિજય શંકરનો ટીમમાં ચાન્સ લાગશે : ટ્રેન્ટ બ્રિજની બાઉન્સી પિચને કારણે ભારત એક પેસ બોલર વધુ ઉતારે એવી સંભાવના, ભારતના બૅટ્સમેનોએ ટ્રેન્ટ અને લૉકી ફગ્યુર્સનથી સાવચેત રહેવું પડશે

World Cup 2019: આજે ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે જામશે રંગ
કિવી સામે થશે કસોટી: ગઈ કાલે પ્રેક્ટિસ વખતે ચર્ચા કરી રહેલા કોહલી અને ચહલ

ઈજાગ્રસ્ત શિખર ધવનની ગેરહાજરીમાં ભારત વૈકલ્પિક સ્ટ્રૅટેજી સાથે આજે નોટિંગહૅમના ટ્રેન્ટ બ્રિજમાં આ વર્લ્ડ કપમાં ૩ મૅચ જીતી ચૂકેલી ટેબલ-ટૉપર ન્યુ ઝીલૅન્ડ સામે ટકરાશે. ભારતની મુશ્કેલી ફક્ત ધવનની ઈજા નથી, પરંતુ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. સોમવાર અને મંગળવારની મૅચ વરસાદને કારણે રદ કરવી પડી હતી.

બ્લૅક કૅપ તરીકે જાણીતી ન્યુ ઝીલૅન્ડ ટીમનો પેસ અટૅક ખતરનાક છે જે ભારતની નવી ઓપનિંગ જોડીને પરેશાનીમાં મૂકી શકે છે. ટીમના વાઇસ-કૅપ્ટન અને ઓપનર રોહિત શર્મા સાથે લોકેશ રાહુલ ઇનિંગની શરૂઆત કરે એવી પાકી સંભાવના છે. શિખર ધવનને ડાબા હાથમાં અંગૂઠામાં હેરલાઇન ફ્રૅક્ચર થયું હોવાથી તે મિનિમમ ૩ મૅચ ગુમાવશે. ગ્લોબલ ટુર્નામેન્ટમાં કિવી ટીમનો ભારત સામે રેકૉર્ડ સારો છે અને કૅન વિલિયમસનની ટીમ આ વલ્ર્ડ કપમાં સતત ચોથી જીત મેળવવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે. સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા સામેની જીત પછી શિખરની ઇન્જરીનો ફાયદો એ થયો કે ભારતને પ્લાન બી ટેસ્ટ કરવાનો મોકો મળ્યો.

બોલ્ટ સે બચકે રહેના

ટ્રેન્ટ બ્રિજની બાઉન્સી પિચ પર ભારતના બૅટ્સમેનોએ ટ્રેન્ટ બોલ્ટના સ્વિંગ બૉલથી બચવું પડશે. તેણે કેનિંગ્ટન ઓવલમાં રમાયેલી વૉર્મ-અપ મૅચમાં ભારતના બૅટ્સમેનોને પરેશાન કર્યા હતા. આ ટુર્નામેન્ટમાં તેને જોઈએ એવી સ્વિંગ નથી મળી, છતાં તેને વાદળિયા હવામાનથી મદદ મળી શકે. ન્યુ ઝીલૅન્ડના ‘૧૫૦ મીટર મૅન’ તરીકે જાણીતા લોકી ફગ્યુર્સનને આનંદ છે કે ટ્રેન્ટ બ્રિજની પિચ બાઉન્સી હશે જેના પર વેસ્ટ ઇન્ડીઝે પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયાને પરેશાન કર્યા હતા. ફગ્યુર્ર્સને મીડિયાને કહ્યું કે ‘વેસ્ટ ઇન્ડીઝે બતાવ્યું છે કે ટ્રેન્ટ બ્રિજની પિચમાં એકસ્ટ્રા બાઉન્સ છે જે મુસીબત ઊભી કરશે. આ ગ્રાઉન્ડ મને ગમે છે.’

ભારતની સંભવિત ઇલેવન

રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કૅપ્ટન), દિનેશ કાર્તિક, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી.

આ પણ વાંચો : World Cup 2019: ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 41 રનથી હરાવીને મેળવી જીત

 

ન્યુ ઝીલૅન્ડની સંભવિત ઇલેવન

માર્ટિન ગપ્ટિલ, કોલિન મનરો, કૅન વિલિયમસન (કૅપ્ટન), રોસ ટેલર, જેમ્સ નીશામ, ટોમ લૅથમ (વિકેટકીપર), કૉલિન ડી ગ્રૅન્ડહોમ, મિચલ સૅન્ટનર, લૉકી ફગ્યુર્સન, ટ્રેન્ટ બોલ્ટ, મૅટ હેન્રી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK