World Cup 2019:ચાલુ મેચે રોહિત શર્મા થયો એટલો ખુશ કે કર્યો ડાન્સ

સાઉધમ્પટન | Jun 05, 2019, 19:42 IST

આ મેચ દરમિયાન એક રસપ્રદ ઘટના જોવા મળી. ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન અને સ્ટાર ઓપનર રોહિત શર્મા સારી શરૂઆતથી ખૂબ જ ખુશ દેખાય. ખુશી એટલી હતી કે રોહિત શર્મા મેદાનમાં જ ડાન્સ કરવા લાગ્યા.

World Cup 2019:ચાલુ મેચે રોહિત શર્મા થયો એટલો ખુશ કે કર્યો ડાન્સ

દક્ષિણ આફ્રિકા અને ઈન્ડિયા વચ્ચે વર્લ્ડ કપની પહેલી મેચમાં કોહલીની ટીમે ટોસ હારીને પહેલા બોલિંગ પસંદ કરી છે. ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી અને બુમરાહે પોતાની શરૂઆતની ત્રણ ઓવરમાં જ આફ્રિકાના બંને ઓપનર્સને પેવેલિયન મોકલી દીધા. ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર બુમરાહે શાનદાર શરૂઆત અપાવી. આગળની મેચ ટીમ ઈન્ડિયા માટે સરળ બની ચૂકી છે.

આ મેચ દરમિયાન એક રસપ્રદ ઘટના જોવા મળી. ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન અને સ્ટાર ઓપનર રોહિત શર્મા સારી શરૂઆતથી ખૂબ જ ખુશ દેખાય. ખુશી એટલી હતી કે રોહિત શર્મા મેદાનમાં જ ડાન્સ કરવા લાગ્યા.

રોહિત શર્માનો આ ડાન્સ કેમેરામાં કેદ થઈ ગયો. હવે રોહિત શર્માનો વીડિયો સોશિયલ મીડિયાપ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ મેચ દરમિયાન સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ દક્ષિણ આફ્રિકાની બેટિંગ લાઈન અપ ભારત સામે વિખેરાઈ ગઈ. સાઉથ આફ્રિકાએ માત્ર 6 ઓવરમાં જ 24 રન બનાવીને બે વિકેટ ખોઈ દીધી. બાદમાં યુઝવેન્દ્ર ચહલની એક ઓવરમાં બે બેટ્સમેનો આઉટ થયા.

આ પણ વાંચોઃ World Cup 2019ઃ ગુજરાતીઓ આ રીતે કરી રહ્યા છે Team Indiaને સપોર્ટ

ટીમ ઈન્ડિયાના બોલિંગ આક્રમણ સામે દક્ષિણ આફ્રિકા માત્ર 228 રન જન બનાવી શક્યું

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK