World Cup 2019: જ્યારે ભૂલથી ભારત જીતી ગયું ટોસ !!

Updated: Jun 05, 2019, 16:06 IST | સાઉધમ્પટન

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ શરૂ થઈ ગઈ છે. મેચમાં ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાએ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. જો કે ટીમ ઈન્ડિયાની પહેલી જ મેચમાં એક વિચિત્ર ઘટના બની.

દક્ષિણ આફ્રિકાએ જીત્યો ટોસ (Image Courtesy  BCCI)
દક્ષિણ આફ્રિકાએ જીત્યો ટોસ (Image Courtesy BCCI)

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ શરૂ થઈ ગઈ છે. મેચમાં ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાએ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. જો કે ટીમ ઈન્ડિયાની પહેલી જ મેચમાં એક વિચિત્ર ઘટના બની. મેચના ટોસમાં કંઈક એવું બન્યું કે આખા ગ્રાઉન્ડમાં તમામ લોકો બે મિનિટ ચોંકી ગયા. કારણ કે કમેન્ટટરે ભૂલથી ભારતને ટોસ જીતાડી દીધો.

ઘટના કંઈક એવી હતી કે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસીસે સિક્કો ઉછાળ્યો અને કોહલીએ હેડ્સનો કૉલ આપ્યો. જો કે ટોસમાં ટેલ્સ આવ્યું. પરંતુ કમેન્ટટરે ઉતાવળમાં માઈક સીધું જ કોહલીને ધરી દીધું. ભૂલભૂલમાં કમેન્ટેટરે ભારત ટોસ જીત્યું હોવાની જાહેરાત કરી દીધી. જો કે મેચ રેફરીએ તેમને અટકાવીને ભૂલ સુધારી લીધી. મેચ રેફરી માર્ક નિકોલસે કહ્યું કે,'ભારતે નહીં દ. આફ્રિકાએ ટોસ જીત્યો છે.' કમેન્ટેટરની આ ગંભીર ભૂલથી પ્રેક્ષકો પણ હસવા લાગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડની પીચો પર ટોસ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. ટોસ જીતનારી ટીમો પહેલા બોલિંગ પસંદ કરી રહી છે. અને અત્યાર સુધીની મેચમાં બોલર્સનો હાથ ઉપર જોવા મળ્યો છે. ત્યારે આ પ્રકારની ભૂલ મેચના પરિણામ પર ગંભીર અસર પાડી શકે છે. વળી આ વખતે સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે.

ટોસ જીત્યા બાદ પ્રોટિયાઝના કેપ્ટન ફાફ ડુ પ્લેસીએ કહ્યું,' અમે પ્રથમ બેટિંગ કરશે, ભારત સામે રમવું હંમેશા એક મોટી તક હોય છે.' આ મેચ માટે આફ્રિકાએ ઘાયલ લુંગી એનગીડીની જગ્યાએ સ્પિનર તબરેજ શમ્સીને સામેલ કર્યો છે. બંને ટીમોએ આ મેચમાં બે બે રિસ્ટ સ્પિનર સાથે મેદાનમાં ઉતરી છે. દ.આફ્રિકાની પાસે ઇમરાન તાહિર અને તબરેજ શમ્સી છે, તો ભારતની પાસે કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલ છે.

આ પણ વાંચોઃ પ્રિયાંક પંચાલઃટીમ ઈન્ડિયાના દરવાજા ખખડાવી રહ્યો છે આ ગુજરાતી ક્રિકેટર

ભારતે આ મેચમાં મોહમ્મદ શમીની જગ્યાએ ભુવનેશ્વર કુમારને તક આપી છે. ટીમમાં કેદાર જાધવની વાપસી થઇ છે, તેઓ આઇપીએલ 2019માં ઘાયલ થયા હતા. ભારતે ચોથા નંબર પર બેટિંગ કરવા માટે વિજય શંકરની જગ્યાએ કે એલ રાહુલની પસંદગી કરવામાં આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK