World Cup 2019: IND vs AUSની મેચમાં વરસાદ બનશે વિલન ?

લંડન | Jun 09, 2019, 12:36 IST

હાલ બંને ટીમોમાં જીતનો આત્મવિશ્વાસ છે, મનાઈ રહ્યું છે કે આ મેચમાં જૂના આંકડા અને રેકોર્ડ ખાસ મહત્વના નથી. પરંતુ આજની મેચમાં વરસાદ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ત્યારે ચાલો જાણીએ લંડનમાં આજે હવામાન કેવું રહેવાનું છે.

World Cup 2019: IND vs AUSની મેચમાં વરસાદ બનશે વિલન ?

વર્લ્ડ કપમાં આજે ભારતનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન અને 5 વખત વિશ્વ કપ જીતનાર ઓસ્ટ્રેલિયા સામે છે. ભારતની આ બીજી મેચ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા પહેલા બે મેચ રમી ચૂક્યુ છે. અત્યાર સુધી બંને ટીમ એક પણ મેચ નથી હારી. બંને ટીમો હાલ લંડનમાં છે અને ઓવલના મેદાનમાં પોતાનો વિજય રથ આગળ વધારવાના ઉદ્દેશ્ય સાથે ઉતરશે. હાલ બંને ટીમોમાં જીતનો આત્મવિશ્વાસ છે, મનાઈ રહ્યું છે કે આ મેચમાં જૂના આંકડા અને રેકોર્ડ ખાસ મહત્વના નથી. પરંતુ આજની મેચમાં વરસાદ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ત્યારે ચાલો જાણીએ લંડનમાં આજે હવામાન કેવું રહેવાનું છે.

આવું રહેશે હવામાન

મનાઈ રહ્યું છે કે લંડનમાં આજનું હવામાન ક્રિકેટ માટે અનુકૂળ છે, પરંતુ વચ્ચે હળવો વરસાદ પડી શકે છે. તાપમાન 18 ડિગ્રીની આસપસા રહેશે અને પીચ બેટ્સમેનો માટે મદદગાર સાબિત થઈ શકે છે. મેચ પહેલા ભારતને પ્રેક્ટિસ કરવા નથી મળી. વરસાદને કારણે ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ રદ કરીને હોટેલમાં જ સમય વીતાવવો પડ્યો હતો. જો કે વેધર રિપોર્ટ્સ કહી રહ્યા છે કે વરસાદ વધુ પરેશાન નહીં કરે અને રવિવારે હવામાન સ્વચ્છ રહેશે.

આ ખેલાડીઓ સાબિત થશે મહત્વના

આજની મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 5 વિકેટ ખેરવનાર ભારતીય સ્પિનર્સ યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ ઓસ્ટ્રેલિયા સામે મહત્વના સાબિત થઈ શકે છે. રોહિત શર્માની સેન્ચ્યુચરી બાદ તે પણ લયમાં દેખાઈ રહ્યા છે. સાથે જ મુશ્કેલ પીચ પર કે. એલ. રાહુલની બેટિંગથી ટીમ મેનેજમેન્ટ પણ ખુશ હશે. પહેલી મેચમાં શિખર ધવન અને કોહલી નિષ્ફળ રહ્યા પરંતુ આ બંને ખેલાડીઓનો ઓસ્ટ્રેલિયા સામેનો રેકોર્ડ સારો છે. આ બે બેટ્સમેનો સામે ઓસ્ટ્રેલિયાના બોલર્સ સ્ટાર્ક અને કમિન્સ વચ્ચે મુકાબલો નક્કી છે.

આ પણ વાંચોઃ 'કિસમેં કિતના હૈ દમ' : આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ

આવો રહ્યો છે રેકોર્ડ

ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા 2 વાર અને કાંગારુઓ 5 વખત વર્લ્ડ કપ જીતી ચૂક્યા છે. વર્લ્ડ કપમાં બંને ટીમો 11 વખત આમને સામને થઈ ચૂકી છે. જેમાંથી 8 વખત ઓસ્ટ્રેલિયાને જીત મળી છે, જ્યારે 3 વખત ભારત વિજયી બન્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 1983, 1987 અને 2011ના વર્લ્ડ કપમાં હરાવ્યું હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા એકવાર વર્લ્ડ કપની ફાઈનલમાં પણ ટકરાઈ ચૂક્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવીને ટાઈટલ જીત્યું હતું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK