World Cup 2019: કોઈ પણ ટીમ જીતે, નહીં મળે ICCની ટ્રોફી

મુંબઈ | Jun 16, 2019, 16:06 IST

જો કે તમને એક વાત ખાસ એ જણાવી દઈએ કે જીત ભલે ગમે તે ટીમની થાય, પરંતુ જીતનાર ટીમને અસલી ટ્રોફી નથી મળતી. જી હાં, આ વાત 100 ટકા સાચી છે. ચાલો જાણીએ અસલી ટ્રોફી ક્યાં રાખવામાં આવે છે.

World Cup 2019: કોઈ પણ ટીમ જીતે, નહીં મળે ICCની ટ્રોફી

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની ટુર્નામેન્ટ કોણ જીતશે તે હાલ કહેવું અઘરું છે. ફાઈનલ 14 જુલાઈના રોજ રમાવાની છે. જે બાદ ખબર પડશે કે કઈ ટીમ વર્લ્ડ કપની ટ્રોફી જીતી રહી છે. જો કે તમને એક વાત ખાસ એ જણાવી દઈએ કે જીત ભલે ગમે તે ટીમની થાય, પરંતુ જીતનાર ટીમને અસલી ટ્રોફી નથી મળતી. જી હાં, આ વાત 100 ટકા સાચી છે. ચાલો જાણીએ અસલી ટ્રોફી ક્યાં રાખવામાં આવે છે.

વર્શ 1975માં 7 જૂનના રોજ ક્રિકેટનો પહેલો વર્લ્ડ કપ રમાવાની શરૂઆત થઈ હતી. આ વર્લ્ડ કપ 21 જૂન સુધી ચાલ્યો હતો, જે ઈંગ્લેન્ડમાં રમાયો હતો. આ પહેલો વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ જીત્યુ હતું. ટીમે ફાઈન મેચમાં ઓસ્ટ્રેલિયાની હરાવી ચેમ્પિયનશિપ જીતી હતી. 1975માં શરૂ થયેલો વર્લ્ડ કપ પહેલો વેસ્ટ ઈન્ડિઝ, 1979માં વેસ્ટ ઈન્ડિઝ, 1983માં ભારતે જીત્યો હતો. આ તમામ ટીમોને એક જ પ્રકારની ટ્રોફી મળી હતી. ત્યારથી આ ટ્રોફીની ડિઝાઈનમાં એક પણ પરિવર્તન નથી કરાયું. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 1999ના વર્લ્ડ કપમાં પહેલીવાર વિજેતા ટીમને ટ્રોફી આપી હતી. જે બાદ નિયમનું પાલન કરાઈ રહ્યું છે. વર્લ્ડ કપ જીતનાર ટીમને અસલી ટ્રોપી આપવામાં નથી આવતી. અસલી ટ્રોફીના બદલે જીતનાર ટીમને ટ્રોફીની કોપી આપવામાં આવે છે. વર્લ્ડ કપની ઓરિજિનલ ટ્રોફી આઈસીસી પોતાની પાસે જ સાચવીને રાખે છે.

વર્લ્ડ કપની આ શાનદાર ટ્રોફી બનાવવાનું કામ આસાન નથી. આ ટ્રોફી ખાસ એક જ ટીમ તૈયાર કરે છે. વર્ષ 2018માં આઈસીસીએ યુટ્યુબ પર વર્લ્ડ કપની ટ્રોફીનો એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં એક ટીમ કેવી રીતે વર્લ્ડ કપની ટ્રોફી તૈયાર કરે છે.

આ ટીમના કારીગરો પોતાના હાથથી આખી ટ્રોફી બનાવે છે. ટ્રોફી બનાવતા પહેલા તે પેપરમાં ડિઝાઈન તૈયાર કરે છે. અને પ્લાનિંગ કરવામાં આવે છે કે કયો પાર્ટ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. બાદમાં ફાઈનલી શરૂ થાય છે ટ્રોફી બનાવવાનું કામ. જેના દરેક હિસ્સા પર બારીકાઈથી કામ કરવામાં આવે છે. ખાસ કામ ટ્રોફી પરનું કોતરણીકામ હોય છે. આ કામ પ્રોફેશનલ વ્યક્તિઓ જ કરે છે. ઉલ્ેલખનીય છે કે હાલ વર્લ્ડ કપની ટ્રોફીમાં સોના અને ચાંદીનું કામ કરવામાં આવે છે. આ ટ્રોફીનું વજન 11 કિલો હોય છે. આ ટ્રોફી 60 સેન્ટીમીટર ઉંચી હોય છે. ચાંદી અને સોનાથી તૈયાર આ ટ્રોફી એક ગોલ્ડન ગ્લોબની જેમમ દેખાય છે.

આ પણ વાંચોઃ India vs Pakistan: મેચની સાથે આ મીમ્સ જુઓ, મજા આવી જશે

ટ્રોફીનો આકાર ક્રિકેટના બોલ જેવો હોય છે, જેને ચાંદીના સ્ટેન્ડ પર પર મૂકવામાં આવે છે. જે ક્રિકેટના બેટિંગ, ફિલ્ડિંગ, બોલિંગને દર્શાવે છે. સાથે જ આ ટ્રોફીની નીચે જીતનાર ટીમનું નામ લખવામાં આવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK