આઇસીસીએ એલઈડી બેલ્સ બદલવાની ના પાડી

Jun 12, 2019, 10:24 IST

ભારતના કૅપ્ટન વિરાટ કોહલી અને ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ઍરોન ફિન્ચે રવિવારે ફ્લેશિંગ એલઈડી બેલ્સ વિશે ફરિયાદ કરી હતી જેમાં સામાન્ય રીતે બૉલના ટકરાવાથી લાઇટ થાય છે.

આઇસીસીએ એલઈડી બેલ્સ બદલવાની ના પાડી
લાઈટ્સના કારણે અમ્પાયર્સને સરળતા

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઇસીસી) વિવાદાસ્પદ ‘ઝિંગ’ બેલ્સને વલ્ર્ડ કપ ટુર્નામેન્ટમાં અધવચ્ચેથી બદલવાની ના પાડી હતી. આ બેલ્સ ઘણી વખત બૉલના ટકરાવા છતાં પડી નહોતી. ભારતના કૅપ્ટન વિરાટ કોહલી અને ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ઍરોન ફિન્ચે રવિવારે ફ્લેશિંગ એલઈડી બેલ્સ વિશે ફરિયાદ કરી હતી જેમાં સામાન્ય રીતે બૉલના ટકરાવાથી લાઇટ થાય છે.

બેલ્સમાં લાઇટ થવાના કારણે આનાથી ટીવી અમ્પાયરનું કામ સરળ થાય છે. આઇસીસીના અધિકારીએ એક મીડિયા રિલીઝમાં કહ્યું, ‘અમે ટુર્નામેન્ટમાં અધવચ્ચેથી કંઈ બદલી ન શકીએ. ૧૦ ટીમો માટે ૪૮ મૅચ દરમ્યાન ઉપકરણો સમાન રહેશે.’

આ પણ વાંચો: શ્રીલંકા-બંગલા દેશ મૅચ : સતત બીજી મૅચ વરસાદને કારણે થઈ વૉશ-આઉટ

વર્તમાન વલ્ર્ડ કપમાં લગભગ ૧૦ વખત બન્યું છે જ્યારે બૉલ સ્ટમ્પને વાગ્યો હોય પણ બેલ્સ પડી ન હોય. બેલ્સ એલઈડી હોવાથી એમાં લાઇટ થવા માટે ઘણા વાયરો જોડવામાં આવ્યા છે જેને કારણે બેલ્સ વધુ વજનદાર બની છે. આઇસીસીના અધિકારીએ કહ્યું, ‘સ્ટમ્પને છેલ્લાં ૪ વર્ષથી બદલવામાં આવ્યાં નથી. વલ્ર્ડ કપ ૨૦૧૫થી દરેક આઇસીસી ટુર્નામેન્ટમાં એક જ સ્ટમ્પ્સ વાપરવામાં આવ્યાં છે.’રવિવારની મૅચમાં જસપ્રીત બુમરાહનો એક બૉલ ડેવિડ વૉર્નરના સ્ટમ્પને વાગ્યો હતો પણ બેલ્સ પડી નહોતી જેથી નવું જીવનદાન મળ્યું હતું.

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK