World Cup 2019:પોઈન્ટ ટેબલમાં વરસાદ ટોપ પર, કુલ 4 મેચ રદ

લંડન | Jun 13, 2019, 20:21 IST

ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ રદ થઈ ચૂકી છે. આ સાથે જ ચાલુ વર્લ્ડ કપમાં વરસાદના કારણે રદ થનારી આ ચોથી મેચ છે.

World Cup 2019:પોઈન્ટ ટેબલમાં વરસાદ ટોપ પર, કુલ 4 મેચ રદ

ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ રદ થઈ ચૂકી છે. આ સાથે જ ચાલુ વર્લ્ડ કપમાં વરસાદના કારણે રદ થનારી આ ચોથી મેચ છે. કોઈ પણ વર્લ્ડ કપમાં વરસાદના કારણે સૌથી વધુ મેચ રદ થવાનો આ રેકોર્ડ છે. અત્યાર સુધી કોઈ પણ વર્લ્ડ કપમાં વરસાદના કારણે આટલી મેચ રદ નથી થઈ. હાલની સ્થિતિ એવી છે કે વરસાદના કારણે રદ થનાર મેચના પોઈન્ટ કાઉન્ટ કરીએ તો ટોપ પર રહેલી ટીમ કરતા પણ આ મેચના પોઈન્ટ વધુ છે. ફેન્સ પણ વરસાદ અને વર્લ્ડ કપના મીમ વાઈરલ કરી રહ્યા છે.

વરસાદનો વર્લ્ડ રેકોર્ડ

આ વર્લ્ડ કપમાં ક્રિકેટ કરતા વધુ ચર્ચા વરસાદની રહી છે. વરસાદના કારણે જે રીતે મેચ રદ થઈ રહી છે, તે જોતા ફેન્સ પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે. 2019નો ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલો વર્લ્ડ કપ પહેલો એવો વર્લ્ડ કપ છે, જેમાં ચાર ચાર મેચ રદ થઈ ચૂકી છે. આ પહેલા માત્ર 2 વાર 1-1 મેચ વર્લ્ડ કપમાં રદ થઈ ચૂકી છે. 1979ના અને 2015ના વર્લ્ડ કપમાં 1-1 મેચ રદ થઈ હતી. જો કે 2019માં અત્યાર સુધી 4 -4 મેચ વરસાદના કારણે રદ થઈ ચૂકી છે.

અત્યાર સુધી 4 મેચ રદ

વરસાદના કારણે 7 જૂને બ્રિસ્ટલમાં રમાનારી પાકિસ્તાન-શ્રીલંકાની મેચ કેન્સલ થઈ હતી. આ મેચમાં ટોસ પણ નહોતો થયો. તો 10 જૂને સાઉધમ્પટનમાં રમાયેલી દક્ષિણ આફ્રિકા અને વિન્ડિઝ વચ્ચેની મેચ માત્ર 7.3 ઓવર રમાય બાદ રદ કરવી પડી હતી. 11 જૂને બ્રિસ્ટલમાં જ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ પણ ટોસ વગર જ રદ થઈ હતી. તો 13 જૂને ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ નોટિંગહામમાં વરસાદના કારણે ટોસ કર્યા વગર જ રદ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત 4 જૂને કાર્ડિફમાં પણ શ્રીલંકા-અફ્ઘાનિસ્તાન વચ્ચેની મેચ પર વરસાદની અસર પડી હતી. આ મેચ 41-41 ઓવરની રમાડવી પડી હતી.

વરસાદના સૌથી વધુ પોઈન્ટ

4 મેચના પોઈન્ટ ગણીએ તો અત્યાર સુધી વરસાદ 8 પોઈન્ટ મેળવી ચૂક્યો છે. જ્યારે ટોચની ત્રણ ટીમોમાં ન્યૂઝીલેન્ડને 4 મેચમાં 7 પોઈન્ટ, ઓસ્ટ્રેલિયા 4 મેચમાં 6 પોઈન્ટ અને ભારત 3 મેચમાં 5 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છે. જો કે વરસાદના પોઈન્ટ 8 ગણી શકાય એમ છે.

આ પણ વાંચોઃ World Cup 2019: જીતની હેટ્રિકથી વંચિત ઈન્ડિયા, IND vs NZની મેચ રદ

ICCએ કરી સ્પષ્ટતા

ઈંગ્લેન્ડમાં વરસાદના કારણએ ધોવાઈ રહેલી મેચ પર ICC પણ સ્પષ્ટતા કરી ચૂકી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના સીઈઓ ડેવિટ રિચર્ડસનનું કહેવું છે કે આ વરસાદ કમોસમી વરસાદ છે. તેમનું કહેવું છે કે દરેક મેચ માટે રિઝર્વ ડે રાખવો શક્ય નથી, તેના કારણે ટુર્નામેન્ટ વધુ લંબાઈ શકે છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK