World Cup 2019:આ ખેલાડીથી પરેશાન છે ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કૉચ, કહ્યું,'આના કરતા દિનેશ કાર્તિક સારો

લંડન | Jul 04, 2019, 14:52 IST

ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચે ખેલાડીઓની ફિલ્ડિંગ અંગે વાત કરી છે. ફિલ્ડિંગ કોચે ટીમના એક ખેલાડીએ બેટિંગની સાથે સાથે ફિલ્ડિંગમાં મહેનત કરવાની જરૂર હોવાની વાત કરી છે.

World Cup 2019:આ ખેલાડીથી પરેશાન છે ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કૉચ, કહ્યું,'આના કરતા દિનેશ કાર્તિક સારો

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સારું પ્રદર્શન કરી રહી છે. બાંગ્લાદેશને હરાવીને ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ટીમનો ટોપ ઓર્ડર અને બોલર્સ સારું પ્રદર્શન કરી રહ્યા છે. જો કે ટીમ ઈન્ડિયા માટે મિડલ ઓર્ડર માથાનો દુખાવો છે. આખી ટુર્નામેન્ટમાં મિડલ ઓર્ડરનો સપોર્ટ નથી મળી રહ્યો. ત્યારે ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચે ખેલાડીઓની ફિલ્ડિંગ અંગે વાત કરી છે. ફિલ્ડિંગ કોચે ટીમના એક ખેલાડીએ બેટિંગની સાથે સાથે ફિલ્ડિંગમાં મહેનત કરવાની જરૂર હોવાની વાત કરી છે.

રિષભ પંત પર સવાલ

ટીમ ઈન્ડિયાના ફિલ્ડીંગ કોચ આર. શ્રીધરે પત્રકારો સાથે વાત કરવા દરમિયાન શિખર ધવનના સા્થાને ટીમ ઈન્ડિયામાં સામેલ થયેલા રિષભ પંતની ફિલ્ડિંગ પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે રિષભ પંતે પોતાની થ્રોઈંગ ટેક્નિકમાં સુધારો કરવાની જરૂર છે, સાથે જ આઉટફિલ્ડમાં તેણે વધુ સ્ફૂર્તિ બતાવવી પડશે. શ્રીધરે સ્વીકાર્યું છે કે જ્યાં સુધી આઉટફિલ્ડમાં ફિલ્ડિંગની વાત છે તો રિષભ પંતને ખૂબ મહેનતની જરૂર છે. શ્રીધરે બાંગ્લાદેશ-ભારતની મેચમાં પંતે કરેલી મિસ ફિલ્ડિંગ બાદ આ ટિપ્પણી કરી છે.

દિનેશ કાર્તિક છે વધુ સારો

સાથે જ શ્રીધરનું કહેવું છે કે,'પંતને ખૂબ મહેનત કરવાની જરૂર છે. પહેલા તો તેણે થ્રોની ટેક્નિક સુધારવી પડશે, સાથે જ આઉટફિલ્ડમાં વધુ સ્ફૂર્તિ બાતવવી પડશે.' સાથે જ શ્રીધરે રિષભ પંતની સરખામણીમાં દિનેશ કાર્તિકને વધુ સારો ફિલ્ડર ગણાવ્યો છે. શ્રીધરે કહ્યું કે દિનેશ કાર્તિક વિકેટ કીપર હોવાના નાતે સારા ફિલ્ડર છે. તે બેકવર્ડ પોઈન્ટ પર સારી ફિલ્ડિંગ ભરે છે. ઋષભ હજી શીખી રહ્યો છે અને તેણે સુધારો કરવાની જરૂર છે.

આ પણ વાંચોઃ મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

ઉલ્લેખનીય છે કે ભારતે બાંગ્લાદેશને 28 રનથી હરાવીને સેમીફાઈનલમાં જગ્યા પાક્કી કરી છે. હાલ પોઈન્ટસ ટેબલરમાં ટીમ ઈન્ડિયા બીજા નંબર પર છે. તો રિષભ પંત ટીમ ઈન્ડિયામાં 4 નંબર પર બેટિંગ કરી રહ્યા છે, જો કે આ પ્રતિભાશાળી ખેલાડીની ફિલ્ડિંગ નબળી દેખાઈ રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK