397 રન સાથે ઇંગ્લૅન્ડે પોતાના હાઇએસ્ટ સ્કૉરનો વિક્રમ કર્યો

Published: Jun 19, 2019, 08:28 IST

ઇંગ્લૅન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મૅચમાં અનેક વર્લ્ડ રેકૉર્ડ બનતા જોવા મYયા હતા અને એ ઉપરાંત શાનદાર પïર્ફોર્મન્સથી ઇંગ્લૅન્ડે આ મૅચ ૧૫૦ રનના વિશાળ અંતરથી જીતી લીધી હતી.

બનાવ્યો ૧૭ સિક્સરનો વર્લ્ડ રેકૉર્ડ
બનાવ્યો ૧૭ સિક્સરનો વર્લ્ડ રેકૉર્ડ

ઇંગ્લૅન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મૅચમાં અનેક વર્લ્ડ રેકૉર્ડ બનતા જોવા મYયા હતા અને એ ઉપરાંત શાનદાર પïર્ફોર્મન્સથી ઇંગ્લૅન્ડે આ મૅચ ૧૫૦ રનના વિશાળ અંતરથી જીતી લીધી હતી. પહેલા ટૉસ જીતીને બૅટિંગ કરવા ઊતરેલી ઇંગ્લૅન્ડની ટીમે ૪૪ રને પોતાની પહેલી વિકેટ જેમ્સ વિન્સના રૂપમાં ગુમાવી હતી, પણ ત્યાર બાદ બેન સ્ટોક્સ અને જો રૂટે ટીમને એક મજબૂત સ્કોર ઊભો કરી આપવામાં ટેકો આપ્યો અને બીજી વિકેટ માટે ૧૨૦ રનની પાર્ટનરશિપ કરી. આ પાર્ટનરશિપથી ચડિયાતી પાર્ટનરશિપ ત્રીજી વિકેટ માટે થઈ જેમાં કુલ ૧૮૯ રનની પાર્ટનરશિપ જો રૂટ અને ઓઇન મૉર્ગન વચ્ચે થઈ. બેન સ્ટોક્સે ૯૯ બૉલમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી કુલ ૯૦ રન કર્યા હતા, જ્યારે જો રૂટ ૮૮ રન કરીને આઉટ થયો હતો. ઇંગ્લૅન્ડ વતી કૅપ્ટન ઓઇન મૉર્ગને રેકૉર્ડ પારી રમીને ૭૧ બૉલમાં ૧૪૮ રન જડ્યા હતા જેમાં ૧૭ છગ્ગા અને ચાર બાઉન્ડ્રી સામેલ છે. ૪૬.૪ ઓવરે જો રૂટ આઉટ થતાં અન્ય વિકેટ ઝડપથી પડી હતી અને ઇંગ્લૅન્ડની ટીમ નર્ણિાયક ૫૦ ઓવરમાં છ વિકેટે ૩૯૭ રન કરવામાં સફળ રહી હતી.

સેકન્ડ ઇનિંગમાં રમવા ઊતરેલી અફઘાનિસ્તાન ટીમની શરૂઆત નબળી રહેતાં માત્ર ચાર રને પહેલી વિકેટ નુર અલી ઝારદાનના રૂપમાં ગુમાવી હતી. જોકે ૩૯૮ રનના વિશાળ લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં અફઘાનિસ્તાન મહેનત કરતું જોવા મYયું હતું, પણ નિષ્ફળ રહ્યું હતું. અફઘાનિસ્તાન વતી હસમતુલ્લાહ શહીદીએ સૌથી વધારે ૭૬ રન કર્યા હતા જે માટે તેણે ૧૦૦ બૉલ ખર્ચ્યા હતા. આ ૭૬ રનના સ્કોરમાં શહીદીએ ૫ ચોગ્ગા અને બે છગ્ગા પણ જડ્યા હતા. ઇંગ્લૅન્ડ તરફથી જોફ્રા આર્ચરે અને આદિલ રશીદે ૩-૩ વિકેટ લેવામાં સફળતા મેળવી હતી. અફઘાનિસ્તાની ટીમ નિર્ધારીત ૫૦ ઓવરમાં ૨૪૭ રન કરી શકી હતી જેથી ઇંગ્લૅન્ડે આ મૅચ ૧૫૦ રનના વિશાળ અંતરથી જીતી લીધી હતી. પ્લેયર ઑફ ધ મૅચ ઓઇન મૉર્ગન રહ્યો હતો.

૧૭ સિક્સરનો વર્લ્ડ રેકૉર્ડ

ઇંગ્લૅન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મૅચમાં ઇંગ્લૅન્ડના કૅપ્ટન ઓઇન મૉર્ગને એક નવો વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કરીને ઇતિહાસ સર્જ્યો છે. ૭૧ બૉલમાં ૧૪૮ રનની ધૂંઆધાર બૅટિંગ કરી હતી જેમાં ૧૭ છગ્ગા અને ચાર ચોગ્ગાનો સમાવેશ થયો છે. આ ૧૭ છગ્ગા સાથે વન-ડેમાં સૌથી વધારે છગ્ગા ફટકારવાનો આ રેકૉર્ડ હવે મૉર્ગનના નામે થયો છે. અત્યાર સુધી આ રેકૉર્ડ ભારતના રોહિત શર્મા, સાઉથ આફ્રિકાના એ. બી. ડિવિલિયર્સ અને વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલના નામે હતો. આ ત્રણેય પ્લેયરોએ પોત-પોતાની ઇનિંગમાં ૧૬ સિક્સર ફટકારી હતી, પણ હવે આ બધાને પાછળ મૂકીને મૉર્ગન સિક્સર-કિંગ બની ગયો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK