ઇંગ્લૅન્ડ સામે પાકિસ્તાનની થશે અગ્નિપરીક્ષા

Published: Jun 03, 2019, 11:08 IST | ઓવલ

વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૦૫ રનમાં ઑલઆઉટ થતાં ભૂતપૂર્વ ક્રિકેટરોએ ઝાટકણી કાઢ્યા પછી સરફરાઝ અહમદની પાકિસ્તાïનની ટીમ આજે ઓઇન મૉર્ગનની ટીમ સામે પર્ફોર્મન્સ સુધારે એવી આશા

ઇંગ્લૅન્ડ-પાકિસ્તાન
ઇંગ્લૅન્ડ-પાકિસ્તાન

વર્લ્ડ કપની ઓપનિંગ મૅચમાં સાઉથ આફ્રિકાને ૧૦૪ રને હરાવ્યા બાદ ઇંગ્લૅન્ડની ટીમ આજે ઐતિહાસિક ઓવલ ગ્રાઉન્ડમાં પાકિસ્તાન સામે આસાન જીતની આશા સાથે મેદાનમાં ઊતરશે. આફ્રિકા સામે જેસન રૉય, જો રૂટ, ઓઇન મૉર્ગન ફિફ્ટી મારવામાં તો સફળ રહ્યા હતા, પણ ૬૦ને ક્રૉસ કરી શક્યા નહોતા. ફક્ત પ્લેયર ઑફ ધ મૅચ બેન સ્ટોક્સે ૭૯ બૉલમાં ૯ ફોરની મદદથી ૮૯ રન બનાવ્યા હતા, જે ડેથ ઓવરમાં નિર્ણાયક પુરવાર થયા હતા.

ગયા મહિને ઇંગ્લૅન્ડે પાકિસ્તાનને પાંચ મૅચની સિરીઝમાં ૪-૦થી કચડી નાખ્યું હતું એથી બન્ને ટીમ હરીફ ટીમની કમજોરીથી વાકેફ છે. સરફરાઝ અહમદની ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૦૫ રનમાં ઑલઆઉટ થતાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરોએ જબરદસ્ત ટીકાનો વરસાદ વરસાવ્યો હતો. એ મૅચમાં મોહમ્મદ આમિરે ૩ વિકેટ લીધી હતી. હાઇએસ્ટ સ્કોર ફખર ઝમાન-બાબર આઝમ (૨૨)નો રહ્યો હતો. પાકિસ્તાને ઇંગ્લૅન્ડને હરાવવું હોય તો બેન સ્ટોક્સ અને જૉસ બટલર પર બૅટિંગ અને બોલિંગમાં કાબૂ રાખવો પડશે.

ઇંગ્લૅન્ડની સંભવિત ઇલેવન : જેસન રૉય, જૉની બેરસ્ટો, જો રૂટ, ઓઇન મૉર્ગન (કૅપ્ટન), બેન સ્ટોક્સ, જૉસ બટલર (વિકેટકીપર), મોઇન અલી, ક્રિસ વૉક્સ, લિયમ પ્લન્કેટ, જોફ્રા આર્ચર અને આદિલ રાશિદ.

આ પણ વાંચો : બંગલા દેશ 6 વિકેટે 330 રન, સાઉથ આફ્રિકા 8 વિકેટે 309 રન

પાકિસ્તાનની સંભવિત ઇલેવન : ઇમામ-ઉલ-હક, ફખર ઝમાન, બાબર આઝમ, હૅરિસ સોહેલ, સરફરાઝ અહમદ (કૅપ્ટન અને વિકેટકીપર), મોહમ્મદ હફીઝ, ઇમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી વહાબ રિયાઝ અને મોહમ્મદ આમિર.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK