ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડને હરાવવામાં ઘણી મહેનત કરવી પડશે: જો રૂટ

Published: Jul 10, 2019, 12:49 IST | બર્મિંગહૅમ

ઑસ્ટ્રેલિયા સામે ઇંગ્લૅન્ડની ટીમ છેલ્લી ૧૧માંથી ૯ મૅચ જીતી છે જોકે લીગ-સ્ટેજમાં યજમાન ટીમનો ૬૪ રનથી પરાજય થયો હતો

જો રૂટ
જો રૂટ

ઇંગ્લૅન્ડનો ટેસ્ટ કૅપ્ટન અને વન-ડે ટીમનો મેમ્બર જો રૂટને કૉન્ફિડન્સ છે કે સેમી ફાઇનલમાં તેની ટીમ જીતશે. આ જીત દ્વારા તેઓ લીગ-સ્ટેજમાં ઑસ્ટ્રેલિયા સામે મળેલી હારનો બદલો આવતી કાલે ૧૨મા વન-ડે વર્લ્ડ કપની બીજી સેમી ફાઇનલ મૅચમાં લેશે. ઇંગ્લૅન્ડની ટીમ ગયા મહિને લીગ-સ્ટેજમાં પરંપરાગત હરીફ ઑસ્ટ્રેલિયા સામે ૬૪ રનથી હારી હતી અને ઘરઆંગણે સેમી ફાઇનલ મૅચમાં હારનો ખતરો મંડરાઈ રહ્યો છે.

જોકે ભારત અને ન્યુ ઝીલૅન્ડ સામે સતત બે જીતને કારણે ઓઇન મૉર્ગનની કૅપ્ટન્સીવાળી ઇંગ્લૅન્ડની ટીમ ફૉર્મમાં પાછી ફરી છે. આ વિશે જો રૂટે મીડિયાને કહ્યું, ‘ઑસ્ટ્રેલિયા સામે છેલ્લી ૧૧ મૅચમાં અમે ૯ જીત્યા છીએ. છેલ્લાં ૪ વર્ષમાં અમારા ખેલાડીઓ કાંગારૂઓ સામે ખૂબ પૉઝિટિવ થઈને રમ્યા છે જેને કારણે અમને ઘણી સકસેસ મળી છે. ઘણા લાંબા સમયથી અમે આ ટીમ સામે જીતતા આવ્યા છીએ અને એ કૉન્ફિડન્સ આવતી કાલની મૅચમાં મદદરૂપ થશે.

આ પણ વાંચો : આઇપીએલની કોઈ એક ટીમમાં સેટ ન થઈ શકવાનો યુવરાજને છે વસવસો

અમે ઘણા વખતથી હાઈ-પ્રેશર વાતાવરણમાં રમતા આવ્યા છીએ એટલે આશા છે કે અમે લય જાળવી રાખીશું. જો અમે અમારું વર્તમાન શાનદાર ફૉર્મ આવતી કાલની મૅચમાં જાળવી રાખીએ તો અમારી ટીમને હરાવવી ઘણી મુશ્કેલ છે. જે ટીમ સૌથી લાંબા સમય સુધી સ્ટ્રૉન્ગ ક્રિકેટ રમશે એ ટીમ જીતશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK