World cup:ઈંગ્લેન્ડ પાસે છે બેસ્ટ કવર સિસ્ટમ, કેમ નથી કરાતો ઉપયોગ

Jun 14, 2019, 18:07 IST

માનવામાં આવી રહ્યું છે કે, ઈંગ્લેન્ડ પાસે દુનિયાની સૌથી બેસ્ટ કવર ઉપયોગ કરવામાં આવે છે જેને પ્રોટેક્શન સ્લીવ કહેવામાં આવે છે. આ કવર્સની મદદથી ન માત્ર પિચને ઢાંકી શકાય છે પરંતુ સંપૂર્ણ મેદાન ઢાકી શકાય છે.

World cup:ઈંગ્લેન્ડ પાસે છે બેસ્ટ કવર સિસ્ટમ, કેમ નથી કરાતો ઉપયોગ
દુનિયાની સૌથી બેસ્ટ કવર સિસ્ટમ છે ઈંગ્લેન્ડ પાસે

ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ 2019 વરસાદના કારણે અત્યાર સુધી 4 મેચ રદ્દ થઈ ચૂકી છે અને આવનારી મેચોમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ઈંગ્લેન્ડમાં વાતાવરણ ગમે ત્યારે પલટો કરી શકે છે. આ પહેલી વાર છે જ્યારે વરસાદના કારણે વર્લ્ડ કપમાં 4 મેચ રદ્દ થઈ છે. આ પહેલા વર્લ્ડ કપમાં અત્યાર સુધી કુલ 3 મેચ રદ્દ થઈ હતી. ઈંગ્લેન્ડના વાતાવરણને જોઈને લાગી રહ્યું છે કે આવનારી મેચોમાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે. વરસાદને લઈને આઈસીસી અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની પણ આલોચના કરવામાં આવી રહી છે.

 દુનિયાની સૌથી બેસ્ટ કવર સિસ્ટમ છે ઈંગ્લેન્ડ પાસે

માનવામાં આવી રહ્યું છે કે, ઈંગ્લેન્ડ પાસે દુનિયાની સૌથી બેસ્ટ કવર ઉપયોગ કરવામાં આવે છે જેને પ્રોટેક્શન સ્લીવ કહેવામાં આવે છે. આ કવર્સની મદદથી ન માત્ર પિચને ઢાંકી શકાય છે પરંતુ સંપૂર્ણ મેદાન ઢાકી શકાય છે. આ કવર્સ પોલિસ્ટરના બનેલા હોય છે અને પારદર્શી હોય છે. આ કવર્સ પારદર્શક હોવાના કારણે લાઈટ્સ આ કવર્સની આરપાર થઈ શકે છે. સામાન્ય કવર્સના ઉપયોગથી મેદાનની ઘાસ ભુરી થઈ જાય છે જેના કારણે મેદાનમાં સુકાવામાં વધારે સમય લાગે છે. પ્રોટક્શન સ્લીવ પારદર્શક હોવાના કારણે લાઈટ્સ આરપાર થઈ જાય છે જેના કારણે ઘાસનો ગ્રોથ વધતો રહે છે અને લાઈટ્સ આરપાર જવાના કારણે મેદાન જલદીથી સુકાવવામાં મદદ મળે છે.

આ પણ વાંચો: World Cup: ટીમ ઈન્ડિયાના પ્લેયર્સના હોટલમાં નથી જીમ !

કેમ નથી કરાતો ઉપયોગ

વર્લ્ડ કપ, ક્રિકેટની દુનિયાનો સૌથી મોટો પ્રોગ્રામ છે. વરસાદના કારણે ટીમને પોઈન્ટસનું નુકસાન ભોગવવુ પડે છે જેના કારણે સેમિફાઈનલ્સમાં જવાનો ટીમનો રસ્તો મુશ્કેલ થઈ જાય છે. આઈસીસી કે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા કેમ આ પ્રોટેક્શન સ્લીવ્સનો ઉપયોગ નથી કરાતો તે હજુ સ્પષ્ટ નથી પરંતુ વરસાદના કારણે વર્લ્ડ કપની ટીમોને નુકસાન થઈ રહ્યું છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK