World Cup 2019:યજમાનની લાજવાબ શરૂઆત, પહેલી મેચમાં ઈંગ્લેન્ડનો વિજય

ધ ઓવલ | May 31, 2019, 11:30 IST

ઓઈન ર્મોગનની બ્રિટિશ ટીમે સાઉથ આફ્રિકાને ૧૦૪ રનથી હરાવીને ૧૨મા વન-ડે વર્લ્ડ કપની કરી ભવ્ય શરૂઆત, પ્લેયર ઑફ ધ મૅચ બેન સ્ટોક્સે ૭૯ બૉલમાં બનાવ્યા કીમતી ૮૯ રન અને બે વિકેટ લીધી, ક્વિન્ટન ડી કૉકના ૬૮ રન પાણીમાં ગયા

World Cup 2019:યજમાનની લાજવાબ શરૂઆત, પહેલી મેચમાં ઈંગ્લેન્ડનો વિજય
ઈંગ્લેન્ડે કરી પોઝિટિવ શરૂઆત

વર્લ્ડ કપ જીતવા માટે જોરદાર દાવેદાર ગણાતી ઓઈન ર્મોગનની ઇંગ્લૅન્ડની ટીમે લંડનમાં ઐતિહાસિક ગ્રાઉન્ડ કેનિંગટન ઓવલમાં સાઉથ આફ્રિકાને ૧૦૪ રનથી હરાવીને જબરદસ્ત શરૂઆત કરી હતી. ઇંગ્લૅન્ડે ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૩૧૧ રન બનાવ્યા હતા તેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ ૩૯.૫ ઓવરમાં ૨૦૭ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.

ટૉસ જીતીને સાઉથ આફ્રિકાના કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીએ પહેલા બોલિંગ કરવાનો નર્ણિય લીધો હતો. આઇપીએલમાં હાઈએસ્ટ ૨૬ વિકેટ લઈને પર્પલ કૅપ વિજેતા ઈમરાન તાહિરે પહેલી જ ઓવરમાં આક્રમક બૅટ્સમૅન જૉની બેરસ્ટોને આઉટ કરીને સારી શરૂઆત કરાવી હતી. ત્યારબાદ જેસન રોય, જો રૂટ, કૅપ્ટન ઓઈન ર્મોગને ફિફ્ટીઓ ફટકારીને ટીમનો રન-રેટ ૬ની આસપાસ જાળવી રાખ્યો હતો. બેન સ્ટોક્સે ૭૯ બૉલમાં ૯ ફોરની મદદથી શાનદાર ૮૯ રન બનાવીને ટીમનો સ્કોર ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૩૧૧ સુધી પહોંચાડી દીધો હતો. સાઉથ આફ્રિકાની શરૂઆત સારી રહી નહોતી. તેમણે ૯.૩ ઓવરમાં એઈડન માક્રમ અને ફૅફ ડુ પ્લેસીની વિકેટો ગુમાવી હતી. બન્નેને વર્લ્ડ કપ ડેબ્યુટન્ટ જોફ્રા આર્ચરે આઉટ કર્યા હતા. હાશિમ અમલા પાંચ રને રિટાયર્ડ હર્ટ થયો હતો. ક્વિન્ટન ડી કૉકે ૬૮ રન બનાવીને હિંમત બતાવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK