World cup: ન્યુઝિલેન્ડ સામે ધવનના સ્થાને ટીમ ઇન્ડિયામાં થઇ શકે આ બદલાવ

Jun 13, 2019, 11:46 IST

ન્યૂ ઝિલેન્ડ સામેની મેચ પહેલા ભારત ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવી ટીમોને હરાવી ચૂકી છે. ભારત અને ન્યૂ ઝિલેન્ડ વચ્ચે રમાનારી મેચમાં કાંટાની ટક્કર જોવા મળશે. શિખર ધવનની જગ્યાએ વિજય શંકર કે દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન મળી શકે છે.

World cup: ન્યુઝિલેન્ડ સામે ધવનના સ્થાને ટીમ ઇન્ડિયામાં થઇ શકે આ બદલાવ
કોને મળશે ટીમમાં સ્થાન ?

વર્લ્ડ કપ 2019ની 18મી મેચ ગુરુવારે ભારત અને ન્યૂ ઝિલેન્ડ વચ્ચે નૉટિંઘમમાં રમાશે. ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપ 2019માં ભારત અને ન્યૂ ઝિલેન્ડ એક પણ મેચ હાર્યા નથી. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શિખર ધવને સદી ફટકારતા પોતાનું ફોર્મ દર્શાવ્યું હતું. જો કે ઈજાના કારણે શિખર ધવન પ્લેઈંગ ઈલેવનથી બહાર થયા છે જેના કારણે ટીમની પ્લઈંગ ઈલેવનમાં બદલાવ જોવા મળશે.

ન્યૂ ઝિલેન્ડ સામે કાંટાની ટક્કર

ન્યૂ ઝિલેન્ડ સામેની મેચ પહેલા ભારત ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવી ટીમોને હરાવી ચૂકી છે. ભારત અને ન્યૂ ઝિલેન્ડ વચ્ચે રમાનારી મેચમાં કાંટાની ટક્કર જોવા મળશે. ટીમમાં હાલ કુલદિપ યાદવનું ફોર્મ ચિંતાનો વિષય છે. છેલ્લી 2 મેચોમાં કુલદિપ ખાસ કરી શક્યા નથી. જેના કારણે ટીમમાં કુલદિપ યાદવની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને સ્થાન મળી શકે છે. જાડેજાએ વૉર્મઅપ મેચમાં પણ સારુ પ્રદર્શન કર્યું હતું. શિખર ધવનના ઈજાગ્રસ્ત થવાના કારણે તે આ મેચમાં નહી રમે. તેના સ્થાને દિનેશ કાર્તિક અથવા વિજય શંકરને ટીમમાં સ્થાન મળી શકે છે. તો બેકઅપ પ્લાન તરીકે રિષભ પંતને ઈંગ્લેન્ડ બોલાવી લેવામાં આવ્યો છે.

ધવનના સ્થાને કોને લેવામાં આવશે

શિખર ધવન ઇજાગ્રસ્ત થતા તે થોડો સમય ટીમમાંથી બહાર થઇ ગયો છે. ત્યારે તેના સ્થાને ઓપનીંગમાં રોહિત શર્માની સાથે લોકેશ રાહુલ ઓપનીંગ કરી શકે છે. તો બીજી તરફ જો લોકેશ રાહુલ ઓપનીંગ કરશે તો ચોથા ક્રમે દિનેશ કાર્તિક અથવા વિજય શંકરને તક મળી શકે છે. એક તરફ દિનેશ કાર્તિકનો અનુભવ છે ત્યારે બીજી તરફ વિજય શંકરનો યુવો જોશ. વિજય શંકરની ટીમમાં એન્ટ્રી સાથે ભારતીય ટીમને એક વિશેષ બોલિંગ ઓપ્શન પણ મળી શકશે. આ સાથે વિજય શકંર નંબર 4 પર ભારતીય ટીમના મિડલ ઓર્ડરને મજબુત કરી શકે છે.

આ પણ વાંચો: વર્લ્ડ કપ: રિષભ પંત ઈંગ્લેન્ડ માટે રવાના, ધવનની જગ્યાએ મળી શકે સ્થાન

સંભવિત ભારતીય ટીમ

વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, લોકેશ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની, વિજય શંકર, હાર્દિક પંડ્યા, કેદાર જાદવ, રવિન્દ્ર જાડેજા, યજુવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK