World cup 2019: બોલર જે કરે છે વિકેટ લીધા પછી ધમાકેદાર ઉજવણી

Jun 06, 2019, 20:06 IST

દરેક બોલર્સ વિકેટ લેવા માટે ઘણી મહેનત કરતા હોય છે અને વિકેટ લઈને ટીમને જીતની નજીક લઈ જતા હોય છે.વિકેટ લેતાની સાથે જ બોલર્સ વિકેટનું સેલિબ્રેશન કરતા હોય છે અને દરેક બોલરની વિકેટ મળ્યા પછીનું સેલિબ્રેશન અલગ અલગ હોય છે.

World cup 2019: બોલર જે કરે છે વિકેટ લીધા પછી ધમાકેદાર ઉજવણી
આ બોલરો કરે છે ધમાકેદાર ઉજવણી

દરેક બોલર્સ વિકેટ લેવા માટે ઘણી મહેનત કરતા હોય છે અને વિકેટ લઈને ટીમને જીતની નજીક લઈ જતા હોય છે.વિકેટ લેતાની સાથે જ બોલર્સ વિકેટનું સેલિબ્રેશન કરતા હોય છે અને દરેક બોલરની વિકેટ મળ્યા પછીનું સેલિબ્રેશન અલગ અલગ હોય છે. વર્લ્ડમાં પણ આ બોલરોનું સેલિબ્રેશન જોવા મળી રહ્યું છે. સાઉથ આફ્રિકન બોલર ઈમરાન તાહીર તો વિકેટ લીધા પછી જાણે હવમાં ઉડતા જોવા મળે છે. 40 વર્ષિય તાહિર જ્યારે વિકેટ લે છે ત્યારે જાણે તે ઉસેન બોલ્ટ બની જાય છે . તાહીર જ નહી આ પ્લેયર્સ પણ અજીબો ગરીબ સેલિબ્રેશન કરતા હોય છે.

શેલ્ડન કૉટરેલ

વેસ્ટ ઈન્ડિઝ બોલર શેલ્ડન કૉટરેલ પણ વિકેટ લીધા પછી અજીબો ગરીબ એક્શનમાં આવી જાય છે. શેલ્ડન વિકેટ લીધા પછી જાણે આર્મીમાં હોય અને તેમના સુપરિયરને સેલ્યૂટ કરતા હોય તેમ સેલ્યૂટ કરવા લાગે છે. શેલ્ડન વિરોધી બેટ્સમેનને સેલ્યૂટ સાથે પેવેલિયન તરફ રવાના કરે છે.

જસપ્રીત બુમરાહ

વન-ડે ક્રિકેટમાં દુનિયાના નંબર વન બોલર જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા માટે ઈમ્પોર્ટન્ટ છે અને બુમરાહને ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. જ્યારે પણ જસપ્રીત બુમરાહ વિકેટ લે છે ત્યારે બન્ને હાથ એન્ટિનાની જેમ ઉપર કરી દે છે અને બન્ને હાથ વડે ડાંડિયા કરતા હોય છે.

મોહમ્મદ હાફીઝ

 પાકિસ્તાની ઓલરાઉન્ડર મોહમ્મદ હાફીઝ પણ વિકેટ લેતાની સાથે ઝનૂની જોવા મળે છે. હાફીઝ વિકેટ લીધા પછી પોતાની મૂંછોને તાવ આપવાનું પસંદ કરે છે. મોહમ્મદ હાફીઝ બોલરની સાથે સાથે બેટિંગ પણ કરે છે અને ધમાકેદાર બેટિંગ કરતા જોવા મળે છે.

લસિથ મલિંગા

શ્રીલંકાના અનુભવી બોલર લસિથ મલિંગા તેમની સ્ટાઈલ માટે જોવા અને યોર્કર માટે ઓળખવામાં આવે છે. લસિથ મલિંગા સામાન્ય રીતે 1-2 વિકેટ સુધી શાંત જોવા મળે છે અને ત્યારબાદ જનૂની થઈ જાય છે. લસિથા મલિંગા વિકેટ લીધા પછી જનૂની જશ્ન મનાવતા જોવા મળે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK