World Cup 2019: બેન સ્ટોક્સ હવામાં ઉડ્યો અને....

ઈંગ્લેન્ડ | May 31, 2019, 12:46 IST

જો કે આ મેચમાં એક એવી ઘટના બની જેણે આખા વર્લ્ડના ક્રિકેટ ફેન્સને ચોંકાવી દીધા. બેન સ્ટોક્સે આ મેચમાં એક એવો કેચ કર્યો કે આખી દુનિયાની આંખો પહોળી થઈ ગઈ. જો કે બેન સ્ટોક્સે આ કેચને પોતાની કરિયરનો બેસ્ટ કેચ માનવાની ના પાડી છે.

World Cup 2019: બેન સ્ટોક્સ હવામાં ઉડ્યો અને....
બૅન સ્ટોક્સ

ICC ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ છે. પહેલી જ મેચમાં ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને હરાવી હોમગ્રાઉન્ડ પર પોઝિટિવ શરૂઆત કરી છે. જો કે આ મેચમાં એક એવી ઘટના બની જેણે આખા વર્લ્ડના ક્રિકેટ ફેન્સને ચોંકાવી દીધા. બેન સ્ટોક્સે આ મેચમાં એક એવો કેચ કર્યો કે આખી દુનિયાની આંખો પહોળી થઈ ગઈ. જો કે બેન સ્ટોક્સે આ કેચને પોતાની કરિયરનો બેસ્ટ કેચ માનવાની ના પાડી છે.

જુઓ ફોટો : World Cup માં આકરી પ્રેકટીસ બાદ ટીમ ઇન્ડિયાના સભ્યો ઇંગ્લેન્ડના રસ્તાઓ પર જોવા મળ્યા

ગુરુવારે દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે ટુર્નામેન્ટની પહેલી મેચ રમાઈ. આ મેચમાં યજમાન ઈંગ્લિશ ટીમે આફ્રિકાની ટીમને 104 રને હરાવી. આ મેચમાં બેન સ્ટોક્સ પોતાના પ્રદર્શનને કારણે મેન ઓફ ધી મેચ બન્યા. સ્ટોક્સે આ મેચમાં 79 બોલમાં 89 રન બનાવ્યા અને 2.5 ઓવર બોલિંગ કરીને 2 વિકેટ પણ ઝડપી. સાથે જ બોનસમાં શાનદાર કેચ પણ ખરો..


World Cup Photo : વર્લ્ડ કપના અજાણ્યા હીરોઝના બેસ્ટ પરફોર્મન્સ

કેનિંગ્ટન ઓવલ મેદાનમાં રમાયેલી આ મેચમાં સ્ટોક્સે હવામાં ઉડીને એન્ડિલ ફેહલુકવાહોનો કેચ ઝડપી લીધો. આ ગજબ કેચ જોઈને તમામ લોકો ચોંકી ઉઠ્યા. આ કેચ એટલો શાનદાર હતો કે ઈંગ્લેન્ડા પૂર્વ સ્પિનર ફિલ ટફનેલે તેને 'કેચ ઓફ ધી સેન્ચ્યુરી' ગણાવી દીધો.

જો કે સ્ટોક્સ 2015ની એશિઝ ટેસ્ટ દરમિયાન એડમ વોગ્સના એક હાથથી કરેલા કેચને પોતાની કરિયરનો બેસ્ટ કેચ માને છે. જ્યારે સ્ટોક્સને પૂછવામાં આવ્યું કે શું આ તેનો બેસ્ટ કેચ હતો તો તેણે કહ્યું,'ના, મારો બેસ્ટ કેચ ઓસ્ટ્રેલિાય વિરુદ્ધ હતું. એડમ વોગ્સનો કેસ બેસ્ટ છે.' સ્ટોક્સે માન્યું કે ફેહલુકવાયોના શૉટને તે બરાર જજ નહોતો કરી શક્યો અને તેને થોડીવાર પછી ખબર પડી કે બોલ પાછળ લેન્ડ થશે.

આ પણ વાંચોઃ World Cup 2019:આજે પાકિસ્તાન અને વિન્ડિઝ વચ્ચે મુકાબલો

સ્ટોક્સે કહ્યું,'હું ખોટી જગ્યાએ ઉભો હતો. જો હું બરાબર ફિલ્ડિંગ કરતો હોત તો આ કેચ આટલો અઘરો નહોતો. આ કેચ છૂટી પણ શકતો હતો.' ઉલ્લેખનીય છે કે પહેલી મેચમાં ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 104 રનથી હરાવ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK