World Cup 2019: આજે પરાક્રમી ઑસ્ટ્રેલિયાને પછાડવા આક્રમક વેસ્ટ ઇન્ડીઝ કટિબદ્ધ

નોટિંગહૅમ | Jun 06, 2019, 13:21 IST

આજે વન-ડે વર્લ્ડ કપ ચૅમ્પિયન સામે ટકરાશે T૨૦ વર્લ્ડ કપ ચૅમ્પિયન, ડિફેન્ડિંગ ચૅમ્પિયન સામે જીત મેળવવા જેસન હોલ્ડરના જાંબાઝ ખેલાડીઓએ ક્રીઝ પર ટકીને બૅટિંગ કરવી પડશે

World Cup 2019: આજે પરાક્રમી ઑસ્ટ્રેલિયાને પછાડવા આક્રમક વેસ્ટ ઇન્ડીઝ કટિબદ્ધ
વેસ્ટ ઇન્ડીઝની સંભવિત ઇલેવન

પાકિસ્તાનને ૧૦૫ રનમાં ઢેર કરનાર વેસ્ટ ઇન્ડીઝ ટીમનો મુકાબલો આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે નોટિંગહૅમના ટ્રેન્ટ બ્રિજ ગ્રાઉન્ડમાં થશે. આ મૅચ વર્તમાન વર્લ્ડ કપની સૌથી રોમાંચક મૅચ બની શકે એવી પૂરી સંભાવના છે, કારણ કે વેસ્ટ ઇન્ડીઝ ટીમ ખરા સમયે ફૉર્મમાં પાછી ફરી છે અને તેમની ટીમમાં ક્રિસ ગેઇલ, ઍન્દ્રે રસેલ, શાઈ હોપ જેવા ખેલાડીઓ છે જે છેલ્લા એક વર્ષથી સારા ફૉર્મમાં છે. ક્રિસ ગેઇલનો આ છેલ્લો વર્લ્ડ કપ છે એથી તે અને તેની સંપૂર્ણ ટીમ આ વર્લ્ડ કપને જીતવાનો પ્રયત્ન કરશે.

બૉલ-ટૅમ્પરિંગ સ્કેમ પછી કાંગારૂ ખેલાડીઓ વર્લ્ડ કપ પહેલાં ફૉર્મ મેળવવામાં સફળ રહ્યા હતા. તેમણે ભારતને ભારતમાં રમાયેલી વન-ડે સિરીઝમાં ૩-૨થી પછાડ્યું હતું. આઇપીએલમાં ડેવિડ વૉર્નર ૬૯૨ રન બનાવીને ઑરેન્જ કૅપ જીતવામાં સફળ રહ્યો હતો. ફિન્ચ, ખ્વાજા, મેક્સવેલ પર બૅટિંગ જ્યારે પૅટ કમિન્સ, મિચલ સ્ટાર્ક બોલિંગ ડિપાર્ટમેન્ટની આગેવાની લેશે.

વિન્ડીઝ ટીમમાં ક્રિસ ગેઇલ, શાઈ હોપ, શિમરન હેટમાયર અને ઍન્દ્રે રસેલે મોટો સ્કોર બનાવવા કાંગારૂ બોલિંગ અટૅક સામે ક્રીઝ પર ટકીને રમવું પડશે, ફક્ત હિટિંગ કરવાથી કામ નહીં થાય.

ઑસ્ટ્રેલિયાની સંભવિત ઇલેવન : ડેવિડ વૉર્નર, ઍરોન ફિન્ચ (કૅપ્ટન), ઉસ્માન ખ્વાજા, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, ઍલેક્સ કૅરી (વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, મિચલ સ્ટાર્ક, નૅથન લિયન, પૅટ કમિન્સ અને એડમ ઝેમ્પા.

આ પણ વાંચો : World Cup 2019: રોહિતની સેન્ચુરી સાથે ભારતનો વિજયી પ્રારંભ

વેસ્ટ ઇન્ડીઝની સંભવિત ઇલેવન : ક્રિસ ગેઇલ, શાઈ હોપ, શિમરન હેટમાયર, ડેરેન બ્રાવો, કાર્લોસ બ્રેથવેટ, ઍન્દ્રે રસેલ, નિકોલસ પુરન (વિકેટકીપર), કીમર રોચ, એશ્લે નર્સ, શેલ્ડન કોટરેલ અને ઓશને થોમસ.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK