પાકિસ્તાન સામે જીત મેળવવા ઉત્સુક ઑસ્ટ્રેલિયા

Jun 12, 2019, 10:44 IST

ભારત થયેલા ૩૬ રનથી થયેલા પરાજય પછી ઍરોન ફિન્ચની કાંગારૂ ટીમ આજે સરફરાઝ એહમદની પાકિસ્તાન ટીમ સામે જીત મેળવવા આતુર હશે, પાકિસ્તાન ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ સામે છેલ્લી ૧૪માંથી ફક્ત એક વન-ડે મૅચ જીત્યું છે

પાકિસ્તાન સામે જીત મેળવવા ઉત્સુક ઑસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન વચ્ચે મુકાબલો

 ભારત સામે ૩૬ રનથી પરાજય જોનાર ઑસ્ટ્રેલિયાની ટીમ આજે ધ કૂપર અસોસિએટ્સ કાઉન્ટી ગ્રાઉન્ડમાં પાકિસ્તાન સામે જીત મેળવવા મેદાનમાં ઊતરશે. રવિવારે ભારત સામે ઍરોન ફિન્ચની ટીમ ૩૫૩ રનના ટાર્ગેટ સામે ૩૧૬ રનમાં આઉટ થતાં તેમનો ૩૬ રનથી પરાજય થયો હતો. બૅટિંગ પિચ પર કાંગારૂ બોલરો મિચલ સ્ટાર્ક ૭૪, પૅટ કમિન્સ ૫૫ અને નૅથન કોલ્ટર-નાઇલે ૬૩ રન ખચ્ર્યા હતા. ઑસ્ટ્રેલિયાએ વર્તમાન વલ્ર્ડ કપમાં કુલ ૩ મૅચ રમી છે જેમાં તેમણે અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝને હરાવીને ૪ પૉઇન્ટ મેળવ્યા છે.

પાકિસ્તાનનો પહેલી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ભુંડો પરાજય થયો હતો. ત્યાર પછી તેમણે પલટવાર કરતાં યજમાન અને વલ્ર્ડ કપ જીતવાની જોરદાર દાવેદાર ઇંગ્લૅન્ડને હરાવીને બીજી ટીમોને પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો. પાકિસ્તાને કાંગારૂઓ સામે છેલ્લી ૧૪માંથી ફક્ત એક વન-ડે મૅચ જીતી છે. પાકિસ્તાન પહેલી વખત ટૉન્ટનમાં વન-ડે ઇન્ટરનૅશનલ મૅચ રમશે, જ્યારે સરફરાઝ એહમદ પહેલી વખત ઑસ્ટ્રેલિયા સામે વન-ડે રમશે. શ્રીલંકા સામેની પાકિસ્તાનની છેલ્લી મૅચ વરસાદને કારણે એકપણ બૉલ ફેંકાયા વિના ધોવાઈ ગઈ હતી. આજની મૅચમાં વરસાદ આવવાની શક્યતા છે. પાકિસ્તાનની આગામી મૅચ કટ્ટર હરીફ ભારત સામે રવિવારે રમાશે.

ઑસ્ટ્રેલિયાની સંભવિત ઇલેવન : ડેવિડ વૉર્નર, ઍરોન ફિન્ચ (કૅપ્ટન), સ્ટીવન સ્મિથ, ઉસ્માન ખ્વાજા, ગ્લેન મૅક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, ઍલેકસ કૅરી (વિકેટકીપર), નૅથન કોલ્ટર-નાઇલ, પૅટ કમિન્સ, મિચલ સ્ટાર્ક અને એડમ ઝેમ્પા.  

આ પણ વાંચો: 

પાકિસ્તાનની સંભવિત ઇલેવન : ઇમામ-ઉલ-હક, ફખર ઝમાન, બાબર આઝમ, મોહમ્મદ હફીઝ, સરફરાઝ એહમદ (કૅપ્ટન અને વિકેટકીપર), આસિફ અલી, શોએબ મલિક, વહાબ રિયાઝ, હસન અલી, શાદાબ ખાન અને મોહમ્મદ આમિર.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK