World Cup 2019:ધોનીના આઉટ થતા જ લાગ્યો આઘાત, ફેનનું થયું મોત

કોલકાતા | Jul 11, 2019, 15:34 IST

ધોનીની વિકેટ સાથે જ ટીમ ઈન્ડિયાની હાર નક્કી થઈ ગઈ હતી. ત્યારે ધોનીની વિકેટથી કોલકાતામાં એક ફેનને એટલો આઘાત લાગ્યો કે તેનું મોત નીપજ્યું.

માન્ચેસ્ટરમાં વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજા અને એમ. એસ. ધોનીએ શાનદાર ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને જીતની નજીક પહોંચાડી હતી. જાડેજા અને ધોનીએ સાતમી વિકેટ માટે 100 રનની પાર્ટનરશિપ કરી અને બંને ધીરે ધીરે ટીમ ઈન્ડિયાને જીતની નજીક પહોંચાડી રહ્યા હતા. એક સમયે લાગ્યું કે હવે ફાઈનલની ટિકિટ હાથ વેંતમાં જ છે. પરંતુ પહેલા જાડેજા અને પછી ધોનીના રન આઉટથી ફેન્સ નિરાશ થઈ ગયા. ધોનીની વિકેટ સાથે જ ટીમ ઈન્ડિયાની હાર નક્કી થઈ ગઈ હતી. ત્યારે ધોનીની વિકેટથી કોલકાતામાં એક ફેનને એટલો આઘાત લાગ્યો કે તેનું મોત નીપજ્યું.

નવભારત ટાઈમ્સ ડોટ કોમના અહેવાલ પ્રમાણે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ રોમાંક મેચ ક્લાઈમેક્સ પર હતી, ત્યારે કોલકાતાના સાઈકલના વેપારી શ્રીકાંત મૈતી પોતાની દુકાનમાં બેઠા બેઠા મોબાઈલ પર મેચ જોઈ રહ્યા હતા. છેલ્લા 11 બોલમાં ભારતને જીતવા માટે 25 રન જોઈતા હતા. ત્યારે જ 49મી ઓવરના બીજા બોલે કોઈ રન ન આવ્યો અને ત્રીજા બોલ પર ધોનીએ પહેલો રન ફાસ્ટ લીધો અને બીજો રન લેવા માટે દોડ્યા, જો કે ધોની ક્રીઝમાં પહોંચે તે પહેલા જ માર્ટિન ગપ્ટિલના ડિરેક્ટ થ્રોએ બેલ્સ ઉખાડી દીધી હતી.

ગપ્ટિલના આ થ્રોએ ટીમ ઈન્ડિયાની આશા અને કરોડો ભારતીય ફેન્સના સપના ચક્નાચૂર કરી દીધા. કોલકાતાના વેપારી શ્રીકાંત પણ આ આઘાત સહન ન કરી શક્યા અને ધોનીના આઉટ થયા બાદ તરત જ દુકાનનમાં જ તેમનું મોત થયું. શ્રીકાંત પોતાના મોબાઈલ પર મેચની રોમાંચક ક્ષણો માણી રહ્યા હતા, પરંતુ ધોનીની વિકેટે તેમને એવો ઝટકો લગાડ્યો કે તેમના શ્વાસ જ અટકી ગયા.

આ જ વિસ્તારમાં મીઠાઈની દુકાન ચલાવતા સચિન ઘોષે નવભારત ટાઈમ્સ ડોટ કોમ સાથેની વાતચીતમાં કહ્યું,'અવાજ સાંભળીને અમે તેમની દુકાનમાં મદદ કરવા માટે પહોંચ્યા, અને તેમને જમીન પર મૂર્છિત અવસ્થામાં પડેલા જોયા. અમે તેમને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા.'

આ પણ વાંચોઃ IND Vs NZ: મેચમાં ભારતની સ્થિતિ નબળી, પણ ફેન્સે આ રીતે લીધી મજા !

ઉલ્લેખનીય છે કે માન્ચેસ્ટરમાં બુધવારે રમાયેલી વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ન્યૂઝીલન્ડે ભારતને 18 રનથી હારવ્યું હતું. આ જીત સાથે જ ન્યૂઝીલેન્ડે ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે, તો ભારતના વર્લ્ડ કપ અભિયાનનો અંત આવી ગયો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK