World Cup 2019:14 ટકા લોકોના મતે આજે દક્ષિણ આફ્રિકા જીતી શકે છે

મુંબઈ | Jun 05, 2019, 14:11 IST

દક્ષિણ આફ્રિકા સામેની મેચથી આજે ભારત પોતાના વર્લ્ડ કપ અભિયાનના શ્રીગણેશ કરી રહ્યું છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ રહેલા આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા ટ્રોફી જીતવા માટે હોટ ફેવરિટ છે.

World Cup 2019:14 ટકા લોકોના મતે આજે દક્ષિણ આફ્રિકા જીતી શકે છે

દક્ષિણ આફ્રિકા સામેની મેચથી આજે ભારત પોતાના વર્લ્ડ કપ અભિયાનના શ્રીગણેશ કરી રહ્યું છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ રહેલા આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા ટ્રોફી જીતવા માટે હોટ ફેવરિટ છે. જો કે આજે કોહલીની સેનાનો સામનો મજબૂત ગણાતી પ્રોટિયાઝ સામે થશે. ભારત માટે સારી વાત એ છે કે આજની મેચમાં ડેલ સ્ટેન અને એનગીડી એમ દક્ષિણ આફ્રિકાના બે ટોચના ફાસ્ટ બોલર્સ નથી રમી રહ્યા. જો કે ભારતીય બેટ્સમોનો સામે હજીય રબાડાની ઘાતક બોલિંગનો પડકાર તો છે જ.

દક્ષિણ આફ્રિકા પોતાની પહેલી બંને મેચ હારી ચૂક્યુ છે. ત્યારે આફ્રિકન શેર પણ ઘાયલ છે અને પહેલી જીત માટે તલપાપડ છે. જ્યારે ટીમ ઈન્ડિયા જીત સાથે ટુર્નામેન્ટ શરૂ કરવા ઈચ્છે છે. સાઉથમ્ટનમાં વરસાદની પણ સમસ્યા છે. મેચના સ્થળે હાલ પણ વાદળછાયું વાતાવરણ છે, ત્યારે વરસાદ પણ બાજી પલટી શકે છે. આમ તો હારેલી અને આઉટ ઓફ ફોર્મ દક્ષિણ આફ્રિકા સામે આજની મેચ જીતવા માટે ભારત હોટ ફેવરિટ છે. પરંતુ 14 ટકા લોકો એવું માને છે કે આજની મેચમાં દક્ષિણ આફ્રિકા ભારતને માત આપી શકે છે.

gujaratimidday.com poll

gujaratimidday.comએ આજની ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની મેચ પહેલા એક પોલ કર્યો હતો. જેમાં અમે સવાલ કર્યો હતો કે તમે ભારત અને દક્ષિણ આફ્રિકાની વન ડેમાં કોણ જીતશે ? gujaratimidday.comના સંખ્યાબંધ રીડર્સે આ પોલ પર જઈને પોતાની ફેવરિટ ટીમને વોટ કર્યો છે. અને આ વોટ પરથી અમે તમને કહી દઈએ કે 86 ટકા લોકો આજની મેચ ભારત જીતશે એમ માની રહ્યા છે. જો કે સામે 14 ટકા ક્રિકેટના ચાહકો માને છે કે દક્ષિણ આફ્રિકા પણ આજની મેચ જીતી શકે છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકાની ટીમમાં પણ સારા બેટ્સમોનો છે. જો કે અત્યાર સુધીની મેચમાં કોઈ કમાલ નથી કરી શક્યું. ક્વિન્ટ ડિ કોકે સારું પ્રદર્શન જરૂર કર્યું છે પરંતુ તેમને કેપ્ટન ડુપ્લેસિસ, ડેવિડ મિલર, વેનડર અને ડ્યુમિનીોન ટેકો નથી મળ્યો. તો ટીમના મહત્વના ખેલાડી હાશીમ અમલા ઈન્જર્ડ છે. અમલા બીજી મેચમાં પણ ન હોતા રમ્યા. જો કે ભારત સામે તે રમશે કે નહીં તેના પર સસ્પેન્સ છે.

આ પણ વાંચોઃ World Cup 2019:રબાડાએ કહ્યું નાસમજ, તો કોહલીએ આપ્યો આ જવાબ

સામે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઈલેવન પર પણ સસ્પેન્સ છે. ઈંગ્લેન્ડની સ્થિતિ જોતા ટીમ ઈન્ડિયા ત્રણ ફાસ્ટ બોલર અને એક સ્પિનર સાથે રમી શકે છે. હાર્દિક પંડ્યા ચોથા બોલર તરીકે કામ લાગશે. પરંતુ કેદાર જાધવ કે હાર્દિક પંડ્યા બેમાંથી કોને સ્થાન મળશે જોવું રસપ્રદ બનશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK