લાગલગાટ 4 દિવસ એશિયન ટીમોની જીત થઈ હોય એવું પહેલી વખત બન્યું

રોઝ બાઉલ | Jun 07, 2019, 13:06 IST

જો બુધવારે રોમાંચક મૅચમાં બંગલા દેશે ન્યુ ઝીલૅન્ડને હરાવ્યું હોત તો આ રેકૉર્ડ વધુ પ્રભાવશાળી થયો હોત

લાગલગાટ 4 દિવસ એશિયન ટીમોની જીત થઈ હોય એવું પહેલી વખત બન્યું
ક્રિકેટ

ભારતે પોતાની પહેલી મૅચમાં સાઉથ આફ્રિકાને ૬ વિકેટથી હરાવીને ૧૨મા વન-ડે વર્લ્ડ કપ અભિયાનનો શુભારંભ કર્યો હતો. ૨૨૮ રનના ટાર્ગેટ સામે રોહિત શર્માએ શાનદાર ૨૩મી વન-ડે અને રન-ચેઝમાં ૧૧મી સેન્ચુરી ફટકારીને ભારતને જીત અપાવી હતી. આ જીત સાથે એક એવો વર્લ્ડ રેકૉર્ડ બન્યો જેના પર કોઈનું ધ્યાન ગયું નથી. વર્તમાન વર્લ્ડ કપમાં આ જીત એશિયન ટીમની ૪ દિવસમાં સતત ચોથી જીત હતી. રવિવારે બંગલા દેશે સાઉથ આફ્રિકાને ૨૧ રનથી, સોમવારે પાકિસ્તાને ઇંગ્લૅન્ડને ૧૪ રનથી, મંગળવારે શ્રીલંકાએ અફઘાનિસ્તાનને ૩૪ રનથી અને બુધવારે એશિયન ચૅમ્પિયન ભારતે સાઉથ આફ્રિકાને ૬ વિકેટથી હરાવીને આ બેમિસાલ રેકૉર્ડ બનાવ્યો હતો.

આ પહેલાં ૩ એશિયન ટીમો સતત ૩ દિવસ મૅચ જીતવામાં સફળ રહી હતી. ૧૯૯૬ના વર્લ્ડ કપમાં ૧, ૨ અને ૩ માર્ચે અનુક્રમે યુએઈ, શ્રીલંકા અને પાકિસ્તાને જીત મેળવી હતી. યુએઈની ટીમ હોલૅન્ડને હરાવવામાં સફળ રહી હતી.

આ પણ વાંચો : World Cup 2019: પાકિસ્તાનને પછાડવા શ્રીલંકાએ બૅટિંગમાં સુધારો કરવો પડશે

૧૯૯૯ના વર્લ્ડ કપમાં ૨૮, ૩૦ અને ૩૧ મે દરમ્યાન અનુક્રમે પાકિસ્તાન, શ્રીલંકા અને ભારત (૩૦ મે) અને બંગલા દેશે જીત મેળવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK