Women's T20 World Cup : ઓસ્ટ્રેલિયાએ જીત્યો વર્લ્ડકપ, ભારતને ૮૫ રનથી હરાવ્યું

Published: Mar 08, 2020, 16:52 IST | Mumbai

ઓસ્ટ્રેલિયા પાંચમી વાર બન્યું T20 ચૅમ્પિયન, ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો

મેચ પહેલા ટ્રોફી સાથે ઓસ્ટ્રેલિયાની કૅપ્ટન મેગ લૈનિંગ અને ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર
મેચ પહેલા ટ્રોફી સાથે ઓસ્ટ્રેલિયાની કૅપ્ટન મેગ લૈનિંગ અને ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC Women's T20 World Cup નો ફાઇનલ મુકાબલો થયો. જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ૮૫ રનથી હરાવ્યું છે અને પાંચમી વખત ચૅમ્પિયન બન્યું છે. ઓસ્ટ્રેલિયાની કૅપ્ટન મેગ લૈનિંગે ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો. ૨૦ ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ ૪ વિકેટ ગુમાવીને ૧૮૪ રન બનાવ્યા હતા. ઓપનર બેથ મુનિએ નાબાદ ૭૮ રન અને વિકેટકીપર એલિસા હીલી ૭૫ રન બનાવીને આઉટ થઈ હતી. ભારત તરફથી દિપ્તી શર્માએ બે વિકેટ લીધી હતી.

૧૮૫ રનનું લક્ષ્ય હાંસલ કરતી વખતે ભારતીય મહિલા ટીમ ૧૯.૧ ઓવરમાં ૯૯ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સૌથી વધુ ૩૩ રન દિપ્તી શર્માએ બનાવ્યા હતા. જ્યારે ક્રુષ્ણમુર્તિ ૧૯ રન અને રિચા ઘોષ ૧૮ રન બનાવીને આઉટ થઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ફાસ્ટ બોલર મેગન સ્ક્ટે ૪, જેસ જોનસેને ૩ વિકેટ અને સોફી મોલીનેક્સ, નિકોલા કૈરી અને ડેલીસા કમિસીએ એક-એક વિકેટ લીધી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK