Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજથી વિમેન્સ ટી૨૦ ચૅલેન્જનો પ્રારંભ

આજથી વિમેન્સ ટી૨૦ ચૅલેન્જનો પ્રારંભ

04 November, 2020 12:26 PM IST | Sharjah
PTI

આજથી વિમેન્સ ટી૨૦ ચૅલેન્જનો પ્રારંભ

આજથી વિમેન્સ ટી૨૦ ચૅલેન્જનો પ્રારંભ


આજથી યુએઈમાં શરૂ થઈ રહેલી વિમેન્સ ટી૨૦ ચૅલેન્જમાં ભારતીય મહિલા ક્રિકેટર્સ ઉપરાંત અન્ય દેશોની મહિલા ક્રિકેટ મેદાનમાં ફટકાબાજી કરતી જોવા મળશે. ભારત ઉપરાંત ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બંગલા દેશ, ન્યુ ઝીલૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની મહિલા ક્રિકેટર્સ રમતી જોવા મળશે. એવામાં હરમનપ્રીતના નેતૃત્વમાં રમી રહેલી સુપરનોવાસ આ સિરીઝમાં જીતની હૅટ-ટ્રિક લગાવવા માગશે. પહેલી મૅચ હરમનપ્રીતની સુપરનોવાસ અને મિતાલી રાજની વેલોસિટી ટીમ વચ્ચે રમાશે.
ડિફેન્ડિંગ ચૅમ્પિયન સુપરનોવાસ છેલ્લી બે સિરીઝ પોતાના નામે કરવામાં સફળ રહી હતી. ગયા વર્ષે મિતાલી રાજના નેતૃત્વવાળી  વેલોસિટી રનર-અપ રહી હતી, જ્યારે  ટ્રેઇલ બ્લાઝર્સ ત્રીજા સ્થાને રહી હતી.
ગયા વર્ષે ત્રણમાંથી બે મૅચમાં હરમનપ્રીતે હાફ સેન્ચુરી ફટકારી હતી. વર્તમાન વર્ષમાં ઑસ્ટ્રેલિયામાં રમાયેલી વર્લ્ડ ટી૨૦ બાદ હરમનપ્રીત પોતાનું ફૉર્મ બતાવી શકે છે. તેને આ ટુર્નામેન્ટમાં મિતાલી રાજ પાસેથી સખત સ્પર્ધા મળી શકે છે. વેલોસિટીની ટીમમાં યુવા પ્લેયર શેફાલી વર્મા આકર્ષણનું કેન્દ્ર રહી શકે છે. આ બે ટીમ ઉપરાંત સ્મૃતિ મંધાના ટ્રેઇલ બ્લાઝર્સનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે. મહિલા ક્રિકેટને દેશમાં વેગવાન બનાવવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ૨૦૧૮માં આ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2020 12:26 PM IST | Sharjah | PTI

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK