Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T2૦માં ત્રણ મેઇડન ઓવર નાખનારી પહેલી ભારતીય પ્લેયર બની દીપ્તિ શર્મા

T2૦માં ત્રણ મેઇડન ઓવર નાખનારી પહેલી ભારતીય પ્લેયર બની દીપ્તિ શર્મા

26 September, 2019 01:05 PM IST | સુરત

T2૦માં ત્રણ મેઇડન ઓવર નાખનારી પહેલી ભારતીય પ્લેયર બની દીપ્તિ શર્મા

દીપ્તિ શર્મા

દીપ્તિ શર્મા


ભારત અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે પાંચ ટી૨૦ મૅચોની પહેલી મૅચ સુરત ખાતે રમાઈ હતી જેમાં ભારતે ૧૧ રનથી જીત મેળવીને ૧-૦થી લીડ બનાવી લીધી હતી. આ મૅચમાં ભારતીય બૉલર દીપ્તિ શર્માએ એક અનોખો રેકૉર્ડ પોતાને નામ કર્યો હતો. દીપ્તિએ મૅચમાં કુલ ચાર ઓવર નાખી હતી જેમાં ત્રણ ઓવર મેઇડન રહી હતી અને આ જ તેણે બનાવેલો રેકૉર્ડ છે. દીપ્તિ એક ટી૨૦ મૅચમાં ત્રણ મેઇડન ઓવર નાખનાર પહેલી ભારતીય પ્લેયર બની ગઈ છે. તેણે ચાર ઓવરમાં કુલ આઠ રન આપી ત્રણ વિકેટ લીધી હતી. ભારતે આ મૅચમાં સાઉથ આફ્રિકાને જીતવા માટે ૧૩૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેની સામે મહેમાન ટીમ ૧૯.૫ ઓવરમાં ૧૧૯ રન કરીને ઑલ આઉટ થઈ ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

26 September, 2019 01:05 PM IST | સુરત

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK