Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Womens T20: ટ્રેલબ્લેઝર્સ ફાઈનલ મેચ જીતી

Womens T20: ટ્રેલબ્લેઝર્સ ફાઈનલ મેચ જીતી

09 November, 2020 10:34 PM IST | UAE
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Womens T20: ટ્રેલબ્લેઝર્સ ફાઈનલ મેચ જીતી

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ


Womens T20 Challenge 2020ની ફાઈનલ શારજહા સ્થિત ટ્રેલબ્લેઝર્સ અને સુપરનોવાસ વચ્ચે રમાઈ હતી, જેમાં ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરીને ટ્રેલબ્લેઝર્સે આઠ વિકેટે 118 રન કર્યા હતા, આ સામે સુપરનોવાસ સાત વિકેટે ફક્ત 102 રન કર્યા હતા.




પહેલી ઈનિંગમાં ટ્રેલબ્લેઝર્સના 11 ઓવરમાં 71 રન થયા હતા અને એકેય વિકેટ પણ પડી નહોતી. બંને ઓપનર્સ આઉટ થયા બાદ 17મી ઓવરથી છ રનમાં છ વિકેટ પડી હતી. 17 ઓવર એક બોલમાં ટીમનો સ્કોર બે વિકેટે 112 રન હતો, તેમ છતાં અંતે 118 રન જ કરી શકી અને સામે આઠ વિકેટ ગુમાવી હતી.

કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ આક્રમક બેટિંગ કરીને 49 બોલમાં પાંચ ફોર અને ત્રણ સિક્સ મારીને 68 રન કર્યા હતા. ડેન્ડ્રા ડોટીન 32 બોલમાં એક ફોર મારીને 20 રન કર્યા હતા. જોકે આ બે ખેલાડીને બાદ કરતા એકેય ખેલાડી નોર્મલ સ્કોર પણ કરી શકી નહોતી. કિચા ગોશ 16 બોલમાં 10 રન, દિપ્તી શર્મા નવ રન, હર્લિન દેઓલ ચાર રન, સોફી એસલેસ્ટોન એક રન, જ્હુલન ગોસ્વામી એક રન, નટ્ટાકન ચનટમ શૂન્ય ઉપર આઉટ થઈ હતી.


સુપરનોવાસમાં રાધા યાદવે ચાર ઓવરમાં 16 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તેમ જ આયાબોન્ગા ખાકાએ બે ઓવરમાં 13 રન, અનુજા પાટીલે ચાર ઓવરમાં 25 રન, શકીરા સેલમને એક ઓવરમાં સાત રન, પુજા વસ્ત્રકરે એક ઓવરમાં 10 રન, પુનમ યાદવે ચાર ઓવરમાં 23 રન આપીને એક વિકેટ અને શશીકલા સિરીવર્દનેએ ચાર ઓવરમાં 22 રન આપીને એક વિકેટ લીધી હતી.

mandana

બીજી ઈનિંગમાં ચમારી આથાપાથુ છ રન, જેમિમાહ રોડ્રીગસ 16 બોલમાં એક ફોર મારીને 13 રન, વિકેટ કીપર તાનિયા ભાટીયા 20 બોલમાં એક ફોર મારીને 14 રન, અનુજા પાટીલ 13 બોલમાં આઠ રન, હરમનપ્રિત કોર 36 બોલમાં બે ફોર મારીને 30 રન, વસ્ત્રાકર શૂન્ય ઉપર આઉટ થઈ હતી. અંતે રાધા યાદવે પાંચ રન અને શકીરા સેલમને ચાર રન કર્યા હતા.

ટ્રેલબ્લેઝર્સમાં રાજેશ્વરી ગાયકવાડે ચાર ઓવરમાં 23 રન, જ્હુલન ગોસ્વામીએ ચાર ઓવરમાં 17 રન, સલ્મા ખાતૂને ચાર ઓવરમાં 18 રન આપીને ત્રણ વિકેટ, સોફી એસ્લેસ્ટોને ચાર ઓવરમાં 26 રન આપીને એક વિકેટ, હર્લિન દેઓલે એક ઓવરમાં 9 રન, દિપ્તી શર્માએ ત્રણ ઓવરમાં નવ રન આપીને બે વિકેટ લીધી હતી.      

Whatsapp-channel Whatsapp-channel

09 November, 2020 10:34 PM IST | UAE | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK