ભારતીય ક્રિકેટ માટે વિમેન્સ આઇપીએલ સારો વિકલ્પ છે: મંધાના

Published: May 17, 2020, 09:57 IST | Agencies | London

ઇન્ડિયન વિમેન ક્રિકેટર સ્મૃતિ મંધાનાનું માનવું છે કે વિમેન્સ આઇપીએલ ભારતીય ક્રિકેટ માટે એક સારો વિકલ્પ છે.

સ્મૃતિ મંધાના
સ્મૃતિ મંધાના

ઇન્ડિયન વિમેન ક્રિકેટર સ્મૃતિ મંધાનાનું માનવું છે કે વિમેન્સ આઇપીએલ ભારતીય ક્રિકેટ માટે એક સારો વિકલ્પ છે. આ પ્રકારની સ્પર્ધાથી ડોમેસ્ટિક ક્રિકેટ અને ઇન્ટરનૅશનલ ક્રિકેટ વચ્ચેનો ભેદ ભૂંસી શકાશે. આ વિશે મંધાનાનું કહેવું છે કે ‘ભારતમાં મહિલા ક્રિકેટ સારી રીતે આગળ વધી રહ્યું છે, ખાસ કરીને ડોમેસ્ટિક સર્કિટમાં. એમ છતાં ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ સર્કિટ વચ્ચે ઘણો ભેદ છે, જે મારા ખ્યાલથી આવતાં બે કે ત્રણ વર્ષમાં ભરાઈ જશે. મને ભરોસો છે કે આવનારા સમયમાં આઇપીએલ-સ્ટાઇલની મૅચો રમાતી થશે. પાંચ-છ ટીમ સાથે મહિલાઓની આઇપીએલ યોજવી ભારતીય ક્રિકેટ માટે એક સારો વિકલ્પ બની રહેશે. એનાથી વર્લ્ડ કપ માટે પણ મદદ મળી રહેશે.’

મંધાના પહેલાં ઝુલન ગોસ્વામીએ પણ આ મુદ્દા પર પોતાના વિચાર પ્રગટ કર્યા હતા અને વિમેન્સ આઇપીએલ યોજવાની ભલામણ કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK