Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિલિયમસનની ડબલ સેન્ચુરીઃ કિવીઓ મજબૂત સ્થિતિમાં

વિલિયમસનની ડબલ સેન્ચુરીઃ કિવીઓ મજબૂત સ્થિતિમાં

05 December, 2020 03:17 PM IST | Mumbai
Agencies

વિલિયમસનની ડબલ સેન્ચુરીઃ કિવીઓ મજબૂત સ્થિતિમાં

સેન્ચુરી નંબર-22ઃ ૨૨ નંબરની જર્સી પહેરનાર વિલિયમસને ગઈ કાલે ટેસ્ટ-કરીઅરની ૨૨મી સેન્ચુરી ફટકારી હતી.

સેન્ચુરી નંબર-22ઃ ૨૨ નંબરની જર્સી પહેરનાર વિલિયમસને ગઈ કાલે ટેસ્ટ-કરીઅરની ૨૨મી સેન્ચુરી ફટકારી હતી.


હૅમિલ્ટનમાં ચાલી રહેલી પ્રથમ ટેસ્ટનો ગઈ કાલનો બીજા દિવસ પણ ન્યુ ઝીલૅન્ડ અને કૅપ્ટન કેન વિલિયમસનના નામે રહ્યો. કિવી કૅપ્ટન વિલિયમસને ગઈ કાલે અણનમ ૯૭ રનથી આગળ રમતતાં કરીઅર-બેસ્ટ ૨૫૧ રનની ઇનિંગ્સ રમીને ટીમને મબજૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. ન્યુ ઝીલૅન્ડે આખરે ૭ વિકેટે ૫૧૯ રનના સ્કોરે દાવ ડિક્લેર કરી દીધો હતો. વેસ્ટ ઇન્ડીઝે ૨૬ ઓવરમાં સાવચેતીપૂર્વક રમતાં વિના વિકેટે ૪૯ રન બનાવીને લડત આપી હતી. જૉન કૅમ્પબેલ ૨૨ અને ક્રૅગ બ્રેથવેઇટ ૨૦ રન બનાવીને અણનમ રહ્યા હતા.
કેન વિલિયમસનની કમાલ
૯૭ રનથી આગળ રમતાં વિલિયમસને દિવસની ત્રીજી જ ઓવરમાં કરીઅરની ૨૨મી ટેસ્ટ-સેન્ચુરી પૂરી કરી લીધી હતી. ત્યાર બાદ ૪૧૨ બૉલમાં બે સિક્સર અને ૩૪ ફોર સાથે કરીઅર-બેસ્ટ ૨૫૧ રન ફટકારીને આઉટ થયો હતો. વિલિયમસને સિક્સર ફટકારીને ૨૫૦નો આંકડો પાર કર્યો હતો અને બીજા જ બૉલમાં કૅચ આપી બેઠો હતો. વિલિયમસનનો આ પહેલાં બેસ્ટ ટેસ્ટ સ્કોર ૨૦૧૫માં શ્રીલંકા સામે ૨૪૨ રનનો હતો.
રૉસ ટેલર ૩૮ રન બનાવીને જલદી આઉટ થયો હતો, પણ પેસબોલર કાયલ જૅમિસને ૬૪ બૉલમાં બે સિક્સર અને પાંચ ફોર સાથે કરીઅરની પ્રથમ
હાફ સેન્ચુરી ફટકારીને ટીમને ઝડપથી ૫૦૦ પ્લસના સ્કોર સુધી લઈ જવામાં વિલિયમસનને યોગ્ય સાથ આપ્યો હતો.
વેસ્ટ ઇન્ડીઝ વતી કેમાર રોચે અને શેનન ગૅબ્રિયલે ૩-૩ વિકેટ લીધી હતી.
ફ્લૅમિંગ અને મૅક્‍મિલનની કરી બરોબરી
વિલિયમસનની કરીઅરની આ ત્રીજી ડબલ સેન્ચુરી હતી. આ સાથે ન્યુ ઝીલૅન્ડ વતી સૌથી ત્રણ ડબલ સેન્ચુરી ફટકારનાર સ્ટીફન ફ્લૅમિંગ અને મૅક્‍મિલનની બરોબરી કરી લીધી હતી. વિલયમસને ૨૦૧૫માં શ્રીલંકા સામે અણનમ ૨૪૨ અને ગયા વર્ષે આ જ મેદાનમાં બંગલા દેશ સામે અણનમ ૨૦૦ બનાવ્યા હતા.
આ ત્રણેય લેજન્ડ કિવી બૅટ્સમેનો વચ્ચે એક બાબત કોમન છે કે ત્રણેય ટીમના કૅપ્ટન રહી ચૂક્યા છે.
આઠ રનથી રેકૉર્ડ ચૂક્યો
વેસ્ટ ઇન્ડીઝ સામે ન્યુ ઝીલૅન્ડ વતી ટેસ્ટમાં હાઇએસ્ટ સ્કોરથી વિલિયમસન આઠ રન દૂર રહી ગયો હતો. આ રેકૉર્ડ હાલમાં ૨૫૯ રનનો ગ્લેન ટર્નરના નામે છે જે તેણે ૧૯૭૯માં બનાવ્યો હતો.

વિલિયમસન કરીઅર-બેસ્ટ ૨૫૧ રનની ઇનિંગ્સ દરમ્યાન 624 મિનિટ ક્રીઝ પર રહ્યો હતો. તેણે કરીઅરમાં બીજી વાર ૧૦ કલાકથી વધુ સમય બૅટિંગ કરી હતી. આ પહેલાં ૨૦૧૫માં શ્રીલંકા સામે તેણે અણનમ ૨૪૨ રનની ઇનિંગ્સ દરમ્યાન ૬૨૩ મિનિટ બૅટિંગ કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2020 03:17 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK