આવતી કાલે મોહાલીમાં ૩-૦થી ટીમ ઈન્ડિયાનો જયજયકાર?

Published: 19th October, 2011 17:23 IST

મોહાલી: ભારતીય ટીમને આવતી કાલે ચંડીગઢના મોહાલીમાં ત્રીજી વન-ડે (નીઓ ક્રિકેટ અને ડીડી નૅશનલ પર બપોરે ૨.૩૦) પણ જીતીને સિરીઝમાં ૩-૦થી અપરાજિત સરસાઈ મેળવવાનો સારો મોકો છે.


આ સ્થળે ભારત ૧૦માંથી ૬ વન-ડે જીત્યું છે. છેલ્લે આ મેદાન પર ૩૦ માર્ચે ભારતે વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પાકિસ્તાનને ૨૯ રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કયોર્ હતો. ઇંગ્લૅન્ડ મોહાલીમાં એકેય વન-ડે નથી રમ્યું.
મોહાલીની વિકેટ પર બોલરોને ઘણા બાઉન્સ મળશે અને પેસબોલરોને વધુ સફળતા મળવાની સંભાવના છે.


ઇંગ્લૅન્ડ સામેની બન્ને વન-ડે જીતીને ભારતે વન-ડેના રૅન્કિંગ્સમાં ઇંગ્લૅન્ડ પાસેથી ચોથું સ્થાન આંચકી લીધું છે. જો ભારત સિરીઝ ૫-૦થી જીતશે અને બીજી તરફ ઑસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકનો પહેલી બન્ને વન-ડે (આજની અને રવિવારની) હારી જશે તો ભારત ત્રીજા નંબરે આવી જશે.

બુકીઓમાં ભારત ફેવરિટ

બુકીઓમાં આવતી કાલની મૅચ માટેની ભારતની જીતનો ભાવ ૭૧ પૈસા અને ઇંગ્લૅન્ડનો એક રૂપિયો ૪૪ પૈસા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK