Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજથી જામશે ખરાખરીનો જંગ

આજથી જામશે ખરાખરીનો જંગ

24 July, 2020 11:35 AM IST | Manchester
Agencies

આજથી જામશે ખરાખરીનો જંગ

આજથી જામશે ખરાખરીનો જંગ

આજથી જામશે ખરાખરીનો જંગ


ઇંગ્લૅન્ડ-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝની આજે છેલ્લી મૅચ શરૂ થવાની છે. બન્ને ટીમ એક-એક મૅચ જીતીને બરાબરી પર છે એવામાં આ છેલ્લી અને નિર્ણાયક મૅચ જીતીને બન્ને દેશ એના પર કબજો મેળવવાના પ્રયાસ કરશે.

પહેલી ટેસ્ટ મૅચમાં વેસ્ટ ઇન્ડીઝે જીતથી શરૂઆત કરીને પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી, જ્યારે બીજી ટેસ્ટમાં એક દિવસ વરસાદ પડ્યો હોવા છતાં ઇંગ્લૅન્ડના પ્લેયરોએ ડ્રૉ તરફ જઈ રહેલી મૅચને પોતાના તરફ વાળી લીધી હતી. ટૂંકમાં જોવા જઈએ તો બન્ને ટીમના પ્લેયરો ફુલ ફૉર્મમાં છે અને છેલ્લી ટેસ્ટ મૅચ દર્શકો માટે પણ રોચક બની રહેશે એવી પૂરી સંભાવના છે. જેસન હોલ્ડર અને જો રૂટ છેલ્લી ટેસ્ટ જીતવા માટે કેવી નવી રણનીતિ અમલમાં મૂકે છે એ જોવાનું રહેશે. ઇંગ્લૅન્ડ આ છેલ્લી મૅચમાં સ્ટુઅર્ટ બ્રૉડને રમવાની તક આપે છે કે નહીં અને બેન સ્ટોક્સ પોતાની ટીમને જિતાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે કે નહીં એ જોવા જેવું છે. સામા પક્ષે વેસ્ટ ઇન્ડીઝને પોતાના પ્લેયર પાસેથી કેટલો સપોર્ટ મળે છે એ પણ નોંધવા જેવું રહ્યું. આ ટેસ્ટ મૅચમાં જોફ્રા આર્ચર પણ રમી રહ્યો છે એટલે એના પર સૌની નજર રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2020 11:35 AM IST | Manchester | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK