IPL 2020: પાંચમી વાર આઇપીએલ ટાઇટલ જીતશે મુંબઈ ઇન્ડિયન્સ?

Updated: Sep 17, 2020, 11:05 IST | IANS | New Delhi

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં અત્યાર સુધી સૌથી વધારે વાર ટાઇટલ જીતનાર મુંબઈ ઇન્ડિયન્સ પાસે સતત બીજી વાર ટાઇટલ જીતવાની આ વર્ષે તક છે.

હિટમૅન રોહિત શર્મા
હિટમૅન રોહિત શર્મા

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં અત્યાર સુધી સૌથી વધારે વાર ટાઇટલ જીતનાર મુંબઈ ઇન્ડિયન્સ પાસે સતત બીજી વાર ટાઇટલ જીતવાની આ વર્ષે તક છે. મુંબઈની ટીમ એની કટ્ટર પ્રતિસ્પર્ધી ચેન્નઈ સુપર કિંગ્સ સામે આઇપીએલનો અને પોતાની ટુર્નામેન્ટનો શુભારંભ ૧૯ સપ્ટેમ્બરથી કરશે. એવામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ચાર વાર આઇપીએલનું ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સ આ વર્ષે પાંચમું ટાઇટલ જીતી શકશે? ગયા વર્ષે એક રનના મામૂલી અંતરથી મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને પરાજય આપ્યો હતો. રોહિત શર્માના નેતૃત્વમાં આ વર્ષે વિદેશી ધરતી પર રમાઈ રહેલી આઇપીએલમાં મુંબઈની ટીમ શું પરાક્રમ કરે છે એ જોવા જેવાનું રહેશે. આ પહેલાં મુંબઈ ઇન્ડિયન્સ ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૭ અને ૨૦૧૯માં વિજેતા રહી ચૂકી છે. એવામાં આ વર્ષે ટીમના પ્લસ-માઇનસ પૉઇન્ટ પર એક નજર કરીએ.

પ્લસ પૉઇન્ટ

મુંબઈ ઇન્ડિયન્સના ઓપનર્સને જોતાં એમ કહેવું ખોટું નહીં હોય કે તેમનો ટૉપ ઑર્ડર સૌથી બેસ્ટ છે. ઑસ્ટ્રેલિયાના ક્રિસ લીન અને સાઉથ આફ્રિકાના વિકેટકીપર કૅપ્ટન ક્વિન્ટન ડિકૉક ટીમને સારી શરૂઆત આપવામાં મદદરૂપ થઈ શકે છે, જ્યારે આ બેમાંથી કોઈ એકની વિકેટ પડતાં ટીમની જવાબદારી સાંભળવા ખુદ મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન હિટમૅન રોહિત શર્મા વનડાઉન પ્લેયર તરીકે મેદાનમાં ઊતરશે. ઑલરાઉન્ડર્સની વાત કરીએ તો એમાં પણ મુંબઈ ઇન્ડિયન્સનું નસીબ જોર કરી રહ્યું છે. હાર્દિક અને કૃણાલ પંડ્યાની જોડી ઉપરાંત કિરોન પોલાર્ડ ટીમના પર્ફોર્મન્સમાં પાયાની ભૂમિકા ભજવશે. ગયા વર્ષે મુંબઈ ઇન્ડિયન્સના સૌથી મોંઘા પ્લેયર રહેલા નૅથન કૉલ્ટર-નાઇલ અને વેસ્ટ ઇન્ડીઝના શેર્ફને રુધરફોર્ડ અને જસપ્રીત બુમરાહ પોતાનું યોગદાન આપશે.

માઇનસ પૉઇન્ટ

દમદાર દેખાતી ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સમાં એક પણ સ્પિન બોલર નથી. ટીમના પ્લેઇંગ ઇલેવનમાં સ્પિનર તરીકેની ભૂમિકા રાહુલ ચાહર અને કૃણાલ પંડ્યા ભજવી શકે છે. તેમની પાસે વિકલ્પ તરીકે જય યાદવ અને અનુકૂલ રૉય ઉપલબ્ધ છે. આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધારે વિકેટ લેનાર લસિથ મલિન્ગાની કમી ટીમને નડશે એ સ્વાભાવિક છે જેને કારણે મોટા ભાગનું પ્રેશર જસપ્રીત બુમરાહ પર રહેશે. મલિન્ગાના સ્થાને એમાં આ વર્ષે ઑસ્ટ્રેલિયાના જેમ્સ પેટિનસનને તક આપવામાં આવી છે.

ડ્રૉન ચેક કરતો રોહિત
રોહિત શર્મા ક્રિકેટની સાથે તેમની ટીમના કૅમેરા-વર્ક કરનાર લોકો સાથે પણ મસ્તી કરતો જોવા મળે છે. મુંબઈ ઇન્ડિયન્સે હાલમાં એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ વિડિયોમાં રોહિત સતત ડ્રૉન સાથે મસ્તી કરતો જોવા મળે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK