કોરોનાને કારણે આઇપીએલ મુલતવી રખાશે?

Updated: Mar 09, 2020, 15:19 IST | Mumbai Desk

મહારાષ્ટ્રની ૧૫ હૉસ્પિટલોનાં આઇસોલેશન વૉર્ડમાં કોરોનાના ૨૪૫ દરદી

બાંદરાના બાલ ગાંધર્વ ઑડિટો​રિયમની બહાર કોરોના વાઇરસના પ્રતિકાર માટે બાળકો અને એમના માતા-પિતાએ માસ્ક પહેર્યા હતા. (તસવીરઃબિપિન કોકાટે)
બાંદરાના બાલ ગાંધર્વ ઑડિટો​રિયમની બહાર કોરોના વાઇરસના પ્રતિકાર માટે બાળકો અને એમના માતા-પિતાએ માસ્ક પહેર્યા હતા. (તસવીરઃબિપિન કોકાટે)

રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્રની ૧૫ હૉસ્પિટલોમાં ક્વૉરેન્ટાઇન ફૅસિલિટી શરૂ કરવામાં આવતાં એ હૉસ્પિટલોના આઇસોલેશન વૉર્ડ્સમાં ૨૪૫ દરદીઓ સારવાર લઈ રહ્યા છે. એમાંથી ૨૨૯ દરદીઓના કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ મળ્યા છે. અન્ય ૧૬ દરદીઓના રિપોર્ટ્સ આજે મળવાની શક્યતા છે. જોકે અત્યાર સુધીમાં કોરોના વાઇરસનો એક પણ કન્ફર્મ્ડ કેસ નોંધાયો નથી.’

રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે ‘૨૯ માર્ચથી મુંબઈમાં યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધા મુલતવી રાખવાની જરૂરિયાત વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રથમ મૅચ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે નિર્ધારિત છે. હાલમાં રાજ્યમાં ૧૫ દરદીઓને ડૉક્ટરોની નિગરાણીમાં રાખવામાં આવ્યા છે, એમાં ૧૨ દરદીઓ મુંબઈમાં અને ૩ દરદીઓ પુણેની હૉસ્પિટલમાં છે. અત્યાર સુધીમાં મુંબઈ અને પુણે વિમાનમથકો પર ૭૯૩ ફ્લાઇટ્સના ૯૬,૪૯૩ મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. હવે નાગપુર વિમાનમથક પર પણ પ્રવાસીઓનું સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK