મોહાલીમાં આજે જ ટીમ ઈન્ડિયા મનાવશે દિવાળી?

Published: 20th October, 2011 17:04 IST

મોહાલી: સિરીઝની પ્રથમ બન્ને વન-ડે જીતી લીધા પછી ભારતીયો બહુ સારો મૂડ જાળવી રાખીને આજની ત્રીજી વન-ડે (નીઓ ક્રિકેટ અને ડીડી નૅશનલ પર બપોરે ૨.૩૦) પણ જીતીને વાઇટવૉશનો બદલો વાઇટવૉશથી લેવાની દિશામાં ઑર એક ડગલું માંડે તો નવાઈ નહીં.

 

આ સ્થળે ભારતનો રેકૉર્ડ સારો છે અને પ્લેયરો ખુશમિજાજમાં છે : ઇંગ્લૅન્ડ માટે ડૂ ઑર ડાઇ

૩-૦થી સિરીઝમાં અપરાજિત સરસાઈ મેળવીને ઇંગ્લિશમેનોને જડબાતોડ વળતો જવાબ આપવાનો ભારતને મોકો છે. મોહાલીમાં ભારત ૧૦માંથી ૬ વન-ડે જીત્યું છે. છેલ્લે પાકિસ્તાન સામેની વલ્ર્ડ કપની સેમી ફાઇનલમાં ભારતની જીત થઈ હતી.

પિચરિપોર્ટ શું કહે છે?

મોહાલીનું સ્ટેડિયમ વિશ્વના શ્રેષ્ઠ સ્ટેડિયમોમાં ગણાય છે. મોહાલીની વિકેટ પેસ અને બાઉન્સ માટે જાણીતી છે. જોકે મૅચ શરૂ થયા પછી સમય જતાં એમાં ઘટાડો જોવા મળે છે. પિચ-ક્યૉરેટર દલજિતસિંહે કહ્યું હતું કે ‘મોહાલીમાં હંમેશમુજબની બૅટિંગ-વિકેટ જ બનાવી છે. અમે જાણીજોઈને થોડું ઘાસ રાખ્યું છે. આજે શરૂઆતમાં તો ઘણા પેસ અને બાઉન્સ જોવા મળશે, પરંતુ વિકેટ ગઈ કાલથી જ તૂટી રહી છે અને ડ્રાય પણ થઈ રહી છે. અમે પિચ પર ASPA-૮૦ સ્પ્રે છાંટ્યો છે જેથી સાંજ પછી ભેજનું પ્રમાણ વધતું જશે તો પણ પિચ પર એની (ભેજની) ખાસ કંઈ અસર નહીં જોવા મળે.’

મુંબઈની મૅચથી અન્યન્સ ટીમમાં

ઇંગ્લૅન્ડના ટીમ-મૅનેજમેન્ટે ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર ક્રિસ વૉક્સને બદલે બીજા પેસબોલર ગ્રેહામ અન્યન્સને બોલાવ્યો છે. અન્યન્સ રવિવારે વાનખેડેમાં રમાનારી ચોથી વન-ડેથી ટીમમાં સામેલ થશે. અન્યન્સ છેલ્લે ઑક્ટોબર ૨૦૦૯ની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રમ્યો હતો.

વાનખેડેની પિચ ટર્નિંગ

રવિવારે વાનખેડેમાં ચોથી વન-ડે રમાશે જ્યાંની વિકેટ વલ્ર્ડ કપની ફાઇનલથી પણ સ્લો-ટર્નર રહેશે. ડ્રાય વિકેટ પર સ્પિનરોને વધુ ફાયદો થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK