વર્લ્ડ કપ જીતવા અમે કોઈ કસર બાકી નહીં રાખીએ : ગપ્ટિલ

Updated: May 30, 2019, 16:07 IST | લંડન

આગામી સ્પર્ધા પડકારરૂપ હોવા છતાં અમે ટ્રોફી જીતવાના શ્રેષ્ઠ પ્રયાસ કરીશું એમ ગપ્ટિલે સમાચાર સંસ્થાને કહ્યું હતું.

માર્ટિન ગપ્ટિલ
માર્ટિન ગપ્ટિલ

છેલ્લા વર્લ્ડ કપમાં પરીઓની કથા સમાનનો અંત લાવવામાં ન્યુ ઝીલૅન્ડ નિષ્ફળ રહ્યું હતું, પણ આ વખતે ટ્રોફી જીતવા તે પોતાના પ્રયાસમાં કોઈ કચાસ રાખશે નહીં એમ આક્રમક ઓપનિંગ બૅટ્સમૅન માર્ટિન ગપ્ટિલે કહ્યું હતું.

ન્યુ ઝીલૅન્ડની ટીમે વર્લ્ડ કપની તૈયારી સારી રીતે શરૂ કરતાં સ્પર્ધા જીતવા ફેવરિટ ગણાતા ભારતને શનિવારે પ્રૅક્ટિસ મૅચમાં ૭૭ બૉલ બાકી રહેતાં છ વિકેટથી પરાજય આપ્યો હતો. હું એમ કહેતો નથી કે વર્લ્ડ કપ જીતવા આ વખતે અમે ફેવરિટ છીએ, પણ અત્યારે અમારી ટીમ ઘણી સારી છે અને આગામી સ્પર્ધા પડકારરૂપ હોવા છતાં અમે ટ્રોફી જીતવાના શ્રેષ્ઠ પ્રયાસ કરીશું એમ ગપ્ટિલે સમાચાર સંસ્થાને કહ્યું હતું.

આ પણ વાંચો : ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકાની મૅચ સાથે આજે 12મા વર્લ્ડ કપનો થશે પ્રારંભ

ન્યુ ઝીલૅન્ડ અનુભવી ખેલાડીઓ સાથે સમતોલ ટીમ તરીકે વર્લ્ડ કપમાં રમવા બ્રિટન આવી છે અને ઇંગ્લૅન્ડની પિચો ગપ્ટિલ જેવા ફટકાબાજ બૅટ્સમેનોને માફક આવી શકે છે કે જેનો ફાળો ટીમની સફળતામાં મુખ્ય બની શકે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK