Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આગામી વર્લ્ડ કપ માટે અમે પાકિસ્તાનની બેસ્ટ ટીમ બનાવીશું : ઇમરાન ખાન

આગામી વર્લ્ડ કપ માટે અમે પાકિસ્તાનની બેસ્ટ ટીમ બનાવીશું : ઇમરાન ખાન

23 July, 2019 12:56 PM IST | વૉશિંગ્ટન

આગામી વર્લ્ડ કપ માટે અમે પાકિસ્તાનની બેસ્ટ ટીમ બનાવીશું : ઇમરાન ખાન

ઈમરાન ખાન

ઈમરાન ખાન


તાજેતરમાં રમાયેલી વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં સેમી ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહેલી પાકિસ્તાનની ટીમને આવતા વર્લ્ડ કપ સુધીમાં વિશ્વની બેસ્ટ ટીમ બનાવવાની વાત ટીમના ભૂતપૂર્વ સ્કીપર અને હાલના પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કરી છે. અમેરિકાની મુલાકાતે ગયેલા ઇમરાન ખાને વૉશિંગ્ટન ડીસી ખાતે એક પ્રેસ- કૉન્ફરન્સને સંબોધતાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે ‘વર્લ્ડ કપ પછી મેં નક્કી કર્યું છે કે હું પાકિસ્તાનની ટીમને ઇમ્પ્રુવ કરીશ અને ટીમમાં સુધારા લાવીશ. એક બાજુ ઘણી નિરાશા છે, પણ તમે મારા શબ્દો યાદ રાખજો કે આવતા વિશ્વ કપ સુધીમાં પાકિસ્તાનની ટીમ તમને ઘણી પ્રોફેશનલ જોવા મળશે.’

આ પણ વાંચો : પંત તૈયાર ન થાય ત્યા સુધી ધોનીનું ટીમમાં રહેવું જરૂરી: ચીફ સિલેક્ટર



નોંધનીય છે કે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ન્યુ ઝીલૅન્ડની ટીમ જેટલા જ ૧૧ પૉઇન્ટ્સ ભેગા કરી શકી હતી. જોકે નેટ રન-રેટ ઓછો હોવાથી એ સેમી ફાઇનલમાં એન્ટ્રી નહોતી કરી શકી. પાકિસ્તાનની ટીમને વર્લ્ડની બેસ્ટ ટીમ બનાવવા માટે ઇમરાન ખાન સરકાર શું પગલાં લેશે એ વિશે માહિતી આપવામાં નથી આવી.


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2019 12:56 PM IST | વૉશિંગ્ટન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK