IPL 2020: આઇપીએલમાં વિજયનો ચોગ્ગો ફટકારશે ચેન્નઈ સુપર કિંગ્સ?

Updated: Sep 17, 2020, 11:04 IST | Gujarati Mid-day Online Correspondent | Dubai

મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ચેન્નઈ સુપર કિંગ્સ પોતાની ખ્યાતિ બનાવવામાં સફળ થઈ છે

ચેન્નઇ સુપરકિંગ્ઝ
ચેન્નઇ સુપરકિંગ્ઝ

મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ચેન્નઈ સુપર કિંગ્સ પોતાની ખ્યાતિ બનાવવામાં સફળ થઈ છે. અત્યાર સુધી આ ટીમ આઇપીએલના ટાઇટલ ત્રણ વાર પોતાના નામે કરવામાં સફળ રહી છે અને આ વર્ષે ચોથું ટાઇટલ જીતવાનો સંપૂર્ણ પ્રયાસ કરશે. ગયા વર્ષે આ ટીમ એક રનથી ટાઇટલ પોતાના નામે કરવામાં ચૂકી ગઈ હતી અને મુંબઈ ઇન્ડિયન્સે બાજી મારી લીધી હતી. વળી મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો પણ ૨૦૧૯ વર્લ્ડ કપ સેમી ફાઇનલ બાદ ધોનીને પહેલી વાર ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફટકાબાજી કરતો જોઈ શકશે. વેસ્ટ ઇન્ડીઝના ઑલરાઉન્ડ ડ્વેન બ્રાવોએ તાજેતરમાં આશા વ્યક્ત કરી હતી કે ધોનીના નેતૃત્વમાં ટીમ આ વર્ષે જરૂર આઇપીએલ ટાઇટલ જીતી શકશે. આ વર્ષની ટુર્નામેન્ટમાં જીતવા માટે ટીમને પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહી છે. આ ટીમ પોતાની પહેલી ગેમ મુંબઈ ઇન્ડિયન્સ સામે ૧૯ સપ્ટેમ્બરે અબુ ધાબીમાં રમશે. આ વર્ષે ટીમને સુરેશ રૈના અને હરભજન સિંહનો સાથ નહીં મળી શકે જે તેમને માટે ક્યાંક નુકસાનીનો વિષય બની શકે છે એવામાં ધોનીના નેતૃત્વમાં ટીમ કઈ રીતે આગળ વધશે એ જોવાનું રહેશે.

પ્લસ પૉઇન્ટ

ચેન્નઈ સુપર કિંગ્સના મેઇન હીરો તરીકે મહેન્દ્ર સિંહ ધોનીને જોવામાં આવે છે. પ્લેયર્સમાંથી તેમનો બેસ્ટ પર્ફોર્મન્સ બહાર લાવવા માટે ધોની જાણીતો છે. યુએઈની ધરતી પર જ્યાં બૉલ વધારે સ્પિન થવાની શક્યતા છે ત્યાં તેની સાથે ટીમમાં ઇમરાન તાહિર, રવીન્દ્ર જાડેજા, મિચેલ સેન્ટનર અને પીયૂષ ચાવલા જેવા બોલરોનો સમાવેશ છે. બૅટિંગ લાઇનઅપની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સમાં ધોની ઉપરાંત ફૅફ ડુ પ્લેસિસ, અંબાતી રાયુડુ, શેન વૉટ્સન અને ડ્વેન બ્રાવો ટીમને જિતાડવાની ક્ષમતા રાખે છે.

માઇનસ પૉઇન્ટ

સામાન્ય રીતે ચેન્નઈ સુપર કિંગ્સની શરૂઆત હંમેશાં દમદાર હોય છે, જેમાં ત્રીજા નંબરે આવીને સુરેશ રૈના વધારો કરે છે, પણ આ વર્ષે રૈનાની કમી ટીમને નડવાની સંભાવના છે. એ ઉપરાંત હરભજન સિંહનો સાથ પણ ટીમને આ વર્ષે નથી મળવાનો. આ બન્ને પ્લેયર્સ ગેરહાજર હોવાથી ટીમને થોડી ઘણી અસર થઈ શકે છે. આ ઉપરાંત ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને પૂરતી પ્રૅક્ટિસ ન મળી હોવાનો ડર પણ સતાવી રહ્યો છે.

ચેન્નઈ સુપર કિંગ્સ સ્ક્વૉડ

મહેન્દ્ર સિંહ ધોની (કૅપ્ટન-વિકેટકીપર), ડ્વેન બ્રાવો, ફૅફ ડુ પ્લેસિસ, શેન વૉટ્સન, રવીન્દ્ર જાડેજા, અંબાતી રાયુડુ, પીયૂષ ચાવલા, કેદાર જાધવ, કર્ણ શર્મા, ઇમરાન તાહિર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, લુંગી નગિડી, મિચેલ સેન્ટનર, સૅમ કરેન, મુરલી વિજય, જૉશ હેઝલવુડ, ઋતુરાજ ગાયકવાડ, જગદીશન એન. (વિકેટકીપર), કે. એમ. આસિફ, મોનુ કુમાર, આર. સાઈ કિશોર

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK