ડેક્કન ચાર્જર્સ ટીમ વિશે આજે ફેંસલો

Published: 4th September, 2012 05:31 IST

ક્રિકેટ બોર્ડની આજે મળનારી વર્કિંગ કમિટીમાં આઇપીએલની ટીમ ડેક્કન ચાર્જર્સના ભાવિ વિશે કદાચ ફેંસલો થઈ જશે.

હૈદરાબાદ: આર્થિક કટોકટીને કારણે આઇપીએલની ૨૦૦૯ની ચૅમ્પિયન ટીમ ડેક્કન ચાર્જર્સની માલિકી ધરાવતી કંપની ડેક્કન ક્રોનિકલ હોલ્ડિંગ્સ લિમિટેડે ટીમ ચલાવવા અસમર્થતા દર્શાવી હતી અને ટીમને વેચવા માટે ક્રિકેટ બોર્ડની મદદ માગી હતી. ડેક્કન ટીમને બૅન્કમાં ગીરવી મૂકવાના અહેવાલ બાદ બોર્ડે માલિકો પાસેથી આઇપીએલની બધી જ ટીમની ખરેખરી માલિકી ક્રિકેટ બોર્ડ ધરાવતું હોવા છતાં શા માટે ગીરવી મૂકી એ વિશે નોટિસ મોકલી હતી. ત્યાર બાદ ડેક્કનના માલિક બોર્ડના પ્રેસિડન્ટ એન. શ્રીનિવાસનને મળ્યાં હતા અને કંપનીની મુશ્કેલીઓ વિશે ચર્ચા કરી હતી. કંપનીને આર્થિક કટોકટીમાંથી બહાર આવવા ૫૦૦ કરોડ રૂપિયાની જરૂર છે એટલે એ હવે પોતાની ટીમ વેચી દેવા માગે છે. માલિકો વિસ્તરણને લગતી નબળી યોજનાઓને કારણે આર્થિક ભીંસમાં ફસાયા છે. ૨૦૦૮માં તેમણે ૧૦ કરોડ ૭૦ લાખ ડૉલર (અંદાજે ૪૮૦ કરોડ રૂપિયા)માં આ ટીમ ક્રિકેટ બોર્ડ પાસેથી ખરીદી હતી.

જો ડેક્કન ટીમને સમયસર યોગ્ય માલિક નહીં મળે તો કદાચ આવતા વર્ષની સીઝનમાં ટીમનું રમવું મુશ્કેલ બની જશે.

આઇપીએલ : ઇન્ડિયન પ્રીમિયર લીગ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK