કેટલાક દિવસ પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીએ એ રાઝ છતો કર્યો હતો કે તેને ધોનીના લાંબા વાળ જરાય ગમતા નહોતા. હવે સાક્ષીએ બીજો એક રાઝ ખોલતાં જણાવ્યું છે કે મેદાનમાં કૂલ દેખાતો કૅપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની પોતાનો ગુસ્સો ક્યાં ઉતારે છે.
ચેન્નઈ સુપર કિંગ્સના સોશ્યલ મીડિયા પેજ પર એક વિડિયોમાં સાક્ષીએ કહ્યું કે ‘હું એકમાત્ર એવી વ્યક્તિ છું જે ધોનીને હેરાન કરી શકું છું. ઘણી વાર ધોની બીજાનો ગુસ્સો મારા પર ઉતારી દે છે, પણ મને એનો કોઈ વાંધો નથી, કેમ કે તે કદાચ એવું એટલા માટે કરે છે કે હું તેની સૌથી નજીક છું. ક્રિકેટ વિશે અમારી વચ્ચે ક્યારેય વાત નથી થતી. પપ્પાની લાડલી ઝિવા પણ ધોનીનું જ કહ્યું માને છે. હું કે તેની દાદી તેને ખાવા માટે દસ વાર બોલાવીએ તો પણ ન આવે, પણ જો તેના પપ્પા તેને એક જ વાર બોલાવે તો તે માની જાય છે.’
Viral Video:MS ધોની વૃદ્ધ મહિલા ફૅને આપી સલાહ,દીકરાનું નામ 'રોશન' રાખજે
24th January, 2021 17:14 ISTધોની સાથેની સરખામણી ગમે છે, પણ હું મારી અલગ ઓળખ બનાવવા માગું છું: પંત
22nd January, 2021 15:02 ISTઅમિતાભ બચ્ચને ધોનીની દીકરીને કૅપ્ટન કહી પૂછ્યો આ અનોખો પ્રશ્ન
14th January, 2021 18:14 ISTપપ્પા સાથે એક ઍડ્માં બની મૉડલ
7th January, 2021 12:57 IST