Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગ્રેગ ચૅપલનો સમાવેશ ભારતીય ટીમને હેરાન કરવાની એક ટ્રિક

ગ્રેગ ચૅપલનો સમાવેશ ભારતીય ટીમને હેરાન કરવાની એક ટ્રિક

19 December, 2011 05:15 AM IST |

ગ્રેગ ચૅપલનો સમાવેશ ભારતીય ટીમને હેરાન કરવાની એક ટ્રિક

ગ્રેગ ચૅપલનો સમાવેશ ભારતીય ટીમને હેરાન કરવાની એક ટ્રિક




(હરિત એન. જોશી)





મુંબઈ, તા. ૧૯

ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચૅપલની મદદ લેવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એ ૨૬ ડિસેમ્બરે ભારત સામેની પ્રથમ ટેસ્ટ-મૅચ શરૂ થાય એ પહેલાં માઇકલ ક્લાર્ક ઍન્ડ કંપનીનો મહેન્દ્ર સિંહ ધોનીના ધુરંધરો સામે માઇન્ડ ગેમનો જ એક ભાગ છે. ભારતીય ટીમના અમુક સિનિયર પ્લેયરો માટે ગુરુ ચૅપલનો અણગમો જાણીતો છે. આ અણગમો ચૅપલની તાજેતરમાં રિલીઝ થયેલી બુક બાદ વધુ જાહેર થયો હતો.



કાંગારૂઓ દ્વારા ચૅપલને બોલાવીને ભારતીય ટીમને હેરાન કરવાની જાળમાં ન ફસાવાની સલાહ જાણીતા સ્પોટ્ર્સ સાયકોલૉજિસ્ટ ડૉ. બી. પી. બામે આપી હતી. ડૉ. બામે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ તો ટીમ ઇન્ડિયાને હેરાન કરવા માટેની સ્પષ્ટ જણાતી એક ટ્રિક જ છે. તેઓ આ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આ બધી ટ્રિકથી દૂર રહેવું અશક્ય છે, પણ આપણે ઉશ્કેરાવું ન જોઈએ. આમાં ટીમ ઇન્ડિયાની ખરી કસોટી થશે. ટીમે કોઈ પણ પ્રકારનું રીઍક્ટ ન કરવું જોઈએ અને આવું બધું માઇન્ડ પર પણ ન લેવું જોઈએ. જો આ બધાને લીધે ટીમ ફોકસ ગુમાવી બેસશે તો કાંગારૂઓ પહેલો રાઉન્ડ જીતી જશે. ઑસ્ટ્રેલિયનો વિરોધીઓનો ધ્યાનભંગ કરવા માટે જાણીતા છે.’ Whatsapp-channel Whatsapp-channel

19 December, 2011 05:15 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK