2021નો T20 વર્લ્ડ કપ ક્યાં રમાશે?

Published: 22nd July, 2020 12:26 IST | Agencies | New Delhi

ભારતીય ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ ઑસ્ટ્રેલિયા વચ્ચે વાતચીત શરૂ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે તાજેતરમાં ૨૦૨૦માં રમાનારો ટી૨૦ વર્લ્ડ કપ મોકૂફ કરવાની જાહેરાત કરી હતી અને સાથોસાથ ૨૦૨૩માં વર્લ્ડ કપ ભારતમાં ઑક્ટોબર-નવેમ્બર દરમ્યાન યોજવાની જાહેરાત કરી હતી. ૨૦૨૧નો ટી૨૦ વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે, પણ ૨૦૨૦નો વર્લ્ડ કપ યોજવા ઑસ્ટ્રેલિયા સક્ષમ નથી માટે તએણે આઇસીસીને ૨૦૨૧નો વર્લ્ડ કપ પોતાને ત્યાં યોજવા અને ૨૦૨૨નો વર્લ્ડ કપ ભારતમાં યોજવાની અરજી કરી છે. આ સંદર્ભે વાત કરતાં આઇસીસીના અધિકારીએ કહ્યું કે ‘કોઈ પણ નિર્ણય પર પહોંચતાં પહેલાં દરેકની સહમતી જરૂરી છે. વર્લ્ડ કપ માટેનો નિર્ણય અમે હજી સુધી નથી લઈ શક્યા, કારણ કે અમે ૨૦૨૧નો ટી૨૦ વર્લ્ડ કપ જો ઑસ્ટ્રેલિયામાં અને ૨૦૨૨ અને ૨૦૨૩ એમ બે વર્લ્ડ કપ સતત ભારતમાં રમવાની કેટલી શક્યતા છે એ તપાસી રહ્યા છીએ. ખરું જોતાં ભારતમાં ૬ મહિનામાં બે મોટા વર્લ્ડ કપ યોજવાનું અઘરું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના સંબંધો ઘણા મજબૂત છે અને આ બન્ને ક્રિકેટ બોર્ડ વચ્ચે વાતચીત ચાલી રહી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK