હેં!? ૨૦૦૭માં ઍન્ડરસને ઉદ્ધત ક્લાર્કને પૅડ ફટકારી દીધેલું

Published: 13th October, 2012 06:40 IST

સિડની: ૨૦૦૭માં ઍડીલેડમાં ઇંગ્લૅન્ડ સામે રમાયેલી સિરીઝની બીજી ઍશિઝ ટેસ્ટ પછી ડ્રેસિંગ-રૂમમાં માઇકલ ક્લાર્કના તોછડાઈભર્યા વર્તનથી ત્રાસીને પેસબોલર જેમ્સ ઍન્ડરસને તેને એક સાથી બૅટ્સમૅનનું પૅડ ગળા પર ફટકારી દીધું હતું.




આ ઘટનાની વાત ઍન્ડરસને ‘જિમી, માય સ્ટૉરી’ ટાઇટલવાળી આત્મકથામાં કરી છે. ખુદ ઍન્ડરસને જ કહ્યું છે કે ક્લાર્કને પાઠ ભણાવવા તેને સાથીપ્લેયર ડેમિયન માર્ટિને પ્રોત્સાહિત કર્યો હતો. ઍન્ડરસન-ક્લાર્કની ઘટનાના જ દિવસે સાંજે ડેમિયન માર્ટિન અને મૅથ્યુ હેડન વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. થોડા વષોર્ પહેલાં માઇકલ ક્લાર્ક કૅપ્ટન બન્યો એ પહેલાં સિડનીની ટેસ્ટ પછી થયેલા ઝઘડામાં સાયમન કૅટિચે ક્લાર્કનો કૉલર પકડીને તેને ચેતવ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK