Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જ્યારે ગાવસકરે વાડેકરનાં પૅડ્સ પહેરીને ફટકારી સેન્ચુરી

જ્યારે ગાવસકરે વાડેકરનાં પૅડ્સ પહેરીને ફટકારી સેન્ચુરી

01 June, 2020 04:45 PM IST | Mumbai Desk
Agencies

જ્યારે ગાવસકરે વાડેકરનાં પૅડ્સ પહેરીને ફટકારી સેન્ચુરી

સુનિલ ગાવસકર

સુનિલ ગાવસકર


સુનીલ ગાવસકરે તાજેતરમાં પોતાનો એક કિસ્સો જણાવ્યો હતો જ્યારે મુંબઈ વતી રમતાં રણજી ટ્રોફીમાં તેમણે અજિત વાડેકરનાં પૅડ્સ પહેરીને રમવું પડ્યું હતું અને એ ગેમમાં તેણે સેન્ચુરી ફટકારી હતી.

ગાવસકરે કહ્યું કે ‘રણજીની એક મૅચ પહેલાં અમારા કૅપ્ટન અજિત વાડેકર ફીલ્ડિંગ-પ્રૅક્ટિસના સમયે ઇન્જર્ડ થયા હતા. જેના બાદ મને બારમા પ્લેયર તરીકે ટીમમાં લેવામાં આવ્યો હતો. એ વખતે આજની જેમ મોટી ક્રિકેટ કિટ નહોતી પણ એક નાનકડી બૅગ રહેતી હતી જેમાં અમે અમારાં બૂટ, મોજાં અને કેટલા છૂટક રૂપિયા રાખતા હતા. મારું સ્થાન નક્કી ન હોવાથી હું મારાં પૅડ્સ અને ગ્લવ્ઝ નહોતો લઈ ગયો એટલે મેં મારી મમ્મીને ફોન કર્યો અને કહ્યું કે મારાં પૅડ્સ આપી જાઓ. એ વખતે અમને ખબર નહોતી કે અમે પહેલાં બૅટિંગ કરીશું કે બોલિંગ. પછી ખબર પડી કે અમારા ભાગે પહેલાં બૅટિંગ આવી છે એટલે મારે અજિત વાડેકરનાં પૅડ્સ પહેરીને રમવું પડ્યું હતું. ખરું કહું તો મને એ પૅડ્સ બહુ નહોતાં ફાવી રહ્યાં, પણ જેમતેમ કરીને હું રમ્યો અને એ ગેમમાં મેં સેન્ચુરી ફટકારી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2020 04:45 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK