સુપરઓવરમાં સ્ટોક્સે મને સંયમ રાખવામાં મદદ કરી હતી : આર્ચર

Published: Jul 16, 2019, 11:43 IST | લંડન

ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૧૯માં યજમાન ટીમ ઇંગ્લૅન્ડે ન્યુ ઝીલૅન્ડને સૌથી વધુ બાઉન્ડરીના નિયમને કારણે હરાવીને વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે.

આર્ચર
આર્ચર

ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૧૯માં યજમાન ટીમ ઇંગ્લૅન્ડે ન્યુ ઝીલૅન્ડને સૌથી વધુ બાઉન્ડરીના નિયમને કારણે હરાવીને વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ૫૦ ઓવરની મૅચ ટાઇ થતાં વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વાર સુપરઓવર નાખવામાં આવી હતી. ઇંગ્લૅન્ડ વતી જોફ્રા આર્ચર બોલિંગ કરવા ઊતર્યો હતો. આ સુપરઓવરમાં બન્ને ટીમોએ ૧૫ રન બનાવ્યા હતા. જોકે સુપરઓવર કેવી રીતે નાખવાની છે એ વિશે સલાહ લેવા આર્ચર ઇઓન મૉર્ગન પાસે ગયો હતો. તેને ત્રીજા બૉલમાં સિક્સર માર્યા બાદ આર્ચર અને બેન સ્ટોક્સ ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : શું બાઉન્ડરી કાઉન્ટરબૅક યોગ્ય છે? મારી પાસે એનો જવાબ નથી : વિલિયમસન

જોફ્રાનું આ બાબતે કહેવું છે કે ‘હું પહેલાં મૉર્ગન પાસે ગયો હતો અને સુપરઓવર કેવી રીતે નાખવી છે એ વિશે બીજી વાર તસલ્લી કરી લેવા માગતો હતો. મારા બૉલને સિક્સ માર્યો ત્યાં સુધી બધું બરાબર હતું. સિક્સ બાદ અને એ પહેલાં પણ સ્ટોક્સે મને કહ્યું હતું કે સુપરઓવરમાં આપણે હારીએ કે જીતીએ એનાથી મારું આંકલન નહીં કરાય. તારા પર બધાને વિશ્વાસ છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK