વેસ્ટ ઇન્ડીઝ અને બંગલા દેશ વચ્ચેની બીજી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે બંગલા દેશ પહેલી ઇનિંગમાં ૨૯૬ રને ઑલઆઉટ થયું હતું. બીજા દિવસે ૪ વિકેટે ૧૦૫ રનથી આગળ રમતાં બંગલા દેશે મુશફિકુર રહિમના ૫૪ રન અને મેહંદી હસનના ૫૭ રન સાથે લડત આપી હતી, પણ કૅરિબિયન સ્પિનર રાહકીમ કૉર્નવેલના ૭૪ રનમાં પાંચ વિકેટના તરખાટ સામે ઝૂકવું પડ્યું હતું. ૧૧૩ રનની લીડ બાદ વેસ્ટ ઇન્ડીઝે જોકે બીજી ઇનિંગ્સમાં ૪૧ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. લીડ સાથેના તેમના ૧૫૪ રન થયા છે અને સાત વિકેટ બાકી છે.