પંડ્યા અને કુલદીપ સામે લાચાર કૅરિબિયનો

Published: Jul 03, 2017, 07:24 IST

બોલરોના વેધક પ્રદર્શનને કારણે ભારત સિરીઝ-વિજયના પંથે
ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ચાઇનામૅન બોલર કુલદીપ યાદવ ફરી એક વાર ભારત માટે મિડલ ઓવર્સ દરમ્યાન અસરકારક પુરવાર થયા હતા. પરિણામે ઍન્ટિગામાં રમાતી ચોથી વન-ડેમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને ૯ વિકેટે ૧૮૯ રન સુધી સીમિત રાખ્યું હતું. વેસ્ટ ઇન્ડીઝે સિરીઝ ડ્રૉ કરવા માટે જીતવી જરૂરી એવી આ મૅચમાં પ્રથમ બૅટિંગ કરતાં સારી શરૂઆત કરી હતી, પણ બાદમાં ધબડકો થયો હતો. ઓપનર એવીન લુઇસ (૩૫) અને કાયલ હોપ (૩૫) વચ્ચે ૫૭ રનની પાર્ટનરશિપ થઈ હતી. ત્યાર બાદ હાર્દિક પંડ્યા (૪૦ રનમાં ૩ વિકેટ)એ એ પાર્ટનરશિપને તોડી હતી. વળી ટુર્નામેન્ટની શરૂઆતથી જ શાનદાર પ્રદર્શન કરનાર કુલદીપ યાદવે પોતાની ગૂગલીની મદદથી કૅરિબિયન બૅટ્સમેનોને પરેશાન કર્યા હતા. ઉમેશ યાદવે પણ આ મૅચમાં ૩ વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમે આ મૅચ માટે ત્રણ ફેરફાર કર્યા હતા. મોહમ્મદ શમી ૨૦૧૫ બાદ ફરી એક વાર ભારતીય ટીમમાં રમ્યો હતો, પણ આ મૅચમાં તે વિકેટ મેળવી શક્યો નહોતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK