Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડની ટૂર માટે વેસ્ટ ઇન્ડીઝના ત્રણ ખેલાડીઓએ ના પાડી

ઇંગ્લૅન્ડની ટૂર માટે વેસ્ટ ઇન્ડીઝના ત્રણ ખેલાડીઓએ ના પાડી

04 June, 2020 11:20 AM IST | London
Agencies

ઇંગ્લૅન્ડની ટૂર માટે વેસ્ટ ઇન્ડીઝના ત્રણ ખેલાડીઓએ ના પાડી

ડૅરેન બ્રાવે

ડૅરેન બ્રાવે


ઇંગ્લૅન્ડની ટૂર માટે વેસ્ટ ઇન્ડીઝના ત્રણ પ્લેયરે ના પાડી છે. વેસ્ટ ઇન્ડીઝ ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝ માટે ઇંગ્લૅન્ડ જવાની છે. કોરોના વાઇરસને કારણે માર્ચથી દુનિયાભરમાં કોઈ ઇવેન્ટ નથી રમવામાં આવી. આવતા મહિને થનારી આ સિરીઝ માટે વેસ્ટ ઇન્ડીઝના કેટલાક પ્લેયર ટ્રાવેલ કરવા તૈયાર નથી એવી ચર્ચા ચાલી રહી છે. આઠ જુલાઈ, ૧૬ જુલાઈ અને ૨૪ જુલાઈ એમ ત્રણ મૅચ ફિક્સ કરવામાં આવી છે. આ વિશે ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘ઇન્ટરનૅશનલ ક્રિકેટ ફરી શરૂ થયું તો ધ ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ આજે જાહેર કરે છે કે તેઓ દર્શકો વગર આ મૅચ રમાડશે. નવ જૂને વેસ્ટ ઇન્ડીઝની ટીમ ઇંગ્લૅન્ડ આવશે અને તેઓ એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફોર્ડમાં રોકાશે જ્યાં તેઓ ત્રણ અઠવાડિયાં સુધી ક્વૉરન્ટીન થવાની સાથે ટ્રેઇનિંગ પણ કરશે.’

આ સ્ટેટમેન્ટ બાદ ત્રણ વેસ્ટ ઇન્ડીઝના પ્લેયરે ઇંગ્લૅન્ડમાં કોરોના વાઇરસને કારણે ટ્રાવેલ કરવાની ના પાડી છે.



ઇંગ્લૅન્ડ ટૂર માટેની વેસ્ટ ઇન્ડીઝની ટીમ


જેસન હોલ્ડર (કૅપ્ટન), જર્મેઇન બ્લૅકવૂડ, ન્ક્રુમાહ બોનર, ક્રેગ બ્રેઇથવેટ, શામરહ બ્રૂક્સ, જોન કેમ્પબેલ, રોસ્ટન ચેઝ, રહકીમ કોર્નવોલ, શેન ડોરીચ, ચેમર હોલ્ડર, શાઈ હોપ, અલ્ઝારી જોશેફ, રેયમોન રેફર, કેમાર રોચ.


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2020 11:20 AM IST | London | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK