Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પહેલી વાર સીએસકેની જર્સી પહેરીને વિચિત્ર લાગ્યું હતું : હરભજન સિંહ

પહેલી વાર સીએસકેની જર્સી પહેરીને વિચિત્ર લાગ્યું હતું : હરભજન સિંહ

08 May, 2020 02:32 PM IST | Mumbai Desk
Agencies

પહેલી વાર સીએસકેની જર્સી પહેરીને વિચિત્ર લાગ્યું હતું : હરભજન સિંહ

હરભજન સિંહ (ફાઇલ ફોટો)

હરભજન સિંહ (ફાઇલ ફોટો)


હરભજન સિંહે જ્યારે પહેલી વાર ચેન્નઈ સુપર કિંગ્સની જર્સી પહેરી હતી ત્યારે તેને વિચિત્ર લાગ્યું હતું. ચેન્નઈ સુપર કિંગ્સમાં તે ૨૦૧૮માં જોડાયો હતો. એ પહેલાં તે લગભગ એક દસકા સુધી મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયેલો રહ્યો હતો. સીએસકેની જર્સી પહેરવાના અનુભવ વિશે વાત કરતાં હરભજને કહ્યું કે ‘પહેલી વાર તો મને ઘણું વિચિત્ર લાગ્યું હતું. આ શું છે? શું આ સપનું છે? જ્યારે પણ સીએસકેની સામે અમે રમતા હતા ત્યારે એ ગેમ ભારત-પાકિસ્તાનની મૅચ જેટલી અઘરી લાગતી હતી. મારે હવે બ્લુ નહીં, પીળી જર્સી પહેરવાની હતી અને એની સાથે તાલમેલ બેસાડતાં વાર લાગી શકે એમ હતી. સદ્નસીબે અમે પહેલી મૅચ મુંબઈ સામે જ રમ્યા. સારું હતું કે એ મૅચ જલદી પતી ગઈ હતી. પહેલું સેશન ઘણું અઘરું હતું છતાં અમે ટ્રોફી જીત્યા અને બીજું સેશન પણ સારું રહ્યું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2020 02:32 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK