જપાનના વડા પ્રધાન યોશિહિડે સુગાએ ગઈ કાલે જણાવ્યું હતું કે તેમનો દેશ કોરોના મહામારીના કાળમાં પણ ટોક્યો ઑલિમ્પિક્સનું આયોજન કરવા કટિબદ્ધ છે.
એક પ્રેસ-કૉન્ફરન્સમાં જપાની વડા પ્રધાને ટોક્યો ઑલિમ્પિક્સ અને પૅરાલિમ્પિક ગેમ્સનું સંકલ્પપૂર્ણ આયોજન કરવાનો અને રોગના ચેપ સામે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી પગલાં લેવાની બાંયધરી આપી હતી. આ ઉપરાંત છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં ટોક્યો મેટ્રોપૉલિટન અને એની આસપાસના વિસ્તારોમાં વધી રહેલા કોરોનાના કેસને લીધે તેમની સરકાર આ વિસ્તારમાં કટોકટી લાગુ કરવા વિશે પણ વિચાર કરશે. ૨૦૨૦ના જુલાઈ-ઑગસ્ટ મહિનામાં યોજાનારી ટોક્યો ઑલિમ્પિક્સ કોરોનાને લીધે ૨૦૨૧ સુધી મોકૂફ રાખવામાં આવી હતી.
ગાબામાં ટીમ ઇન્ડિયા જીતી નથી,ઑસ્ટ્રેલિયા ૩૨ વર્ષથી ટેસ્ટ હારી નથી
15th January, 2021 10:46 ISTઍન્ડી મરે કોરોના-પૉઝિટિવ થતાં ઑસ્ટ્રેલિયન ઓપન માટે ડાઉટફુલ
15th January, 2021 10:38 ISTનામ જ નહીં, કામ પણ મોહમ્મદ અઝહરુદીન જેવું
15th January, 2021 10:32 ISTશ્રીલંકા માત્ર ૧૩૫ રનમાં ઑલઆઉટ, ઇંગ્લૅન્ડે ૧ વિકેટે ૧૨૭ રન બનાવ્યા
15th January, 2021 10:27 IST